વડોદરા પાસે હાઇવે પર લોકોને મજા પડી, હોળી-ધૂળેટી પહેલા મફતમાં મળ્યો દારુ ?
વડોદરા પાસે નેશનલ હાઇવે પર L&T નોલેજ સીટી પાસે બનેલી ઘટનાથી ચકચાર

વડોદરા પાસે નેશનલ હાઇવે પર L&T નોલેજ સીટી પાસે બનેલી ઘટનાથી ચકચાર

વડોદરા પાસે નેશનલ હાઇવે પર L&T નોલેજ સીટી પાસે બનેલી ઘટનાથી ચકચાર
વડોદરા પાસે નેશનલ હાઇવે પર L&T નોલેજ સીટી પાસે બનેલી ઘટનામાં ત્યાંથી પસાર થઇ રહેલા લોકોમાં આઘાત સાથે આશ્ચર્ય ફેલાઇ ગયું હતું કારણ કે એક કારને અકસ્માત થયા બાદ આ કાર પલટી ગઇ હતી અને દારુમાં રહેલી દારુની બોટલો પણ વિખેરાઇ ગઇ હતી જેથી દારુની રેલમછેલ જોવા મળી હતી. કેટલાક રાહદારીઓ તો દારુની બોટલો લઇને જતા રહ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. અકસ્માત બાદ કારનો ચાલક ફરાર થઇ ગયો છે.
વડોદરા હાઇવે પર નોલેજ સીટી પાસે એક વિદેશી દારુ ભરેલી કાર પલટી ગઇ છે. દારુ ભરેલી કાર પલટી જતાં દારુની રેલમછેલ થઇ ગઇ હતી. સ્થળ પરથી દારુની નાની બોટલો પણ મળી આવી હતી. જો કે ઘણી બોટલોની રાહદારીઓએ કે વાહન ચાલકોએ લૂંટ ચલાવી હોવાનું પણ સ્થળ પર ચર્ચાઇ રહ્યું છે. માત્ર કેટલીક તૂટેલી નાની બોટલો જ સ્થળ પર જોવા મળી રહી હતી અને સમગ્ર વિસ્તારમાં દારુની ગંધ ફેલાઇ ગઇ હતી.
અકસ્માત બાદ કારનો ચાલક તો ફરાર થઇ ગયો હતો અને જે રીતે અકસ્માત થયો છે તે જોતાં કાર ચાલકને પણ નાની મોટી ઇજા પહોંચી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ છતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને કારના નંબરના આધારે કાર ચાલક કોણ હતો અને ક્યાંથી દારુ લઇને જતો હતો અને કોને આપવાનો હતો તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરી હતી.
મળેલી માહિતી મુજબ હોળી ધૂળેટીનો તહેવાર હવે નજીક હોવાથી આ દારુનો સપ્લાય કરાઇ રહ્યો હોવાનું જાણવા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!