અમદાવાદમાં ACBનો સપાટો, બે પોલીસકર્મીને ઝડપી લીધાં
બોપલ PSI વતી 5 લાખ સ્વીકારતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો, હાંસોલ ASI પણ લાંચમાં પકડાયો

હાંસોલ પોલીસ ચોકીનો ASI શશીકાંત જાદવ અને બોપલ પોલીસ સ્ટેશનનો HC દિલીપ ભોઈ

હાંસોલ પોલીસ ચોકીનો ASI શશીકાંત જાદવ અને બોપલ પોલીસ સ્ટેશનનો HC દિલીપ ભોઈ
અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. અલગ-અલગ બે કેસોમાં પોલીસ વિભાગના બે કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. એક કેસમાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSIના નામે રૂપિયા 5 લાખની લાંચ સ્વીકારતો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો છે. જ્યારે બીજા કેસમાં હાંસોલ પોલીસ ચોકીના ASIને રૂપિયા 6 હજારની લાંચ લેતા ACBએ દબોચી લીધો છે.
બોપલ પોલીસ સ્ટેશનનો લાંચકાંડ
બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફરિયાદી સામે નોંધાયેલી અરજીની તપાસ મહિલા PSI પ્રિતલ ચૌધરી સંભાળી રહ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ તેમની સામે ગુનો નોંધવામાં ન આવે તે માટે મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈએ શરૂઆતમાં રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ રકમ અંગે વાટાઘાટ કરતાં આખરે રૂપિયા 5 લાખમાં નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ખેડા ACBનો સંપર્ક કરી સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
એસીબીના છટકામાં હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
ફરિયાદના આધારે ACBએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું. તપાસ દરમિયાન બોપલ પોલીસ સ્ટેશનના સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈએ રૂપિયા 5 લાખની લાંચ સ્વીકારી હતી.
લાંચની રકમ મળ્યા બાદ તેણે પોતાના મોબાઇલ પરથી મહિલા PSI પ્રિતલ ચૌધરીને સ્પીકર ફોન પર જાણ કરી હોવાનું ACBની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું હતું. ત્યારબાદ ACBએ દિલીપ ભોઈને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો. મહિલા PSI હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હાંસોલ પોલીસ ચોકીમાં ASI લાંચ લેતા ઝડપાયો
બીજા બનાવમાં એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ આવેલી હાંસોલ પોલીસ ચોકીના ASI શશીકાંત જાદવે ફરિયાદી સામે ચાલી રહેલી પોલીસ કાર્યવાહી દરમિયાન હેરાનગતિ ન થાય તે માટે રૂપિયા 6 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી સીધો ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACBની ટીમે પોલીસ ચોકીના પાર્કિંગ વિસ્તારમાં છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી.
6 હજાર લેતા રંગેહાથ ઝડપાઈ ગયો
આયોજિત ટ્રેપ દરમિયાન ફરિયાદીએ ASIને નક્કી કરેલી રકમ આપી હતી. લાંચ સ્વીકારતા જ ACBની ટીમે શશીકાંત જાદવને રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર સામે કડક વલણ
તાજેતરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ લાંચની ફરિયાદોમાં વધારો નોંધાતા ACBએ પોલીસ વિભાગ પર ખાસ નજર રાખી છે. અધિકારીઓનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ આવી કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે અને કોઈપણ સરકારી કર્મચારીને કાયદાથી ઉપર માનવામાં આવશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!