જલંધરમાં AAP નેતા લક્કી ઓબેરોયની ધોળા દિવસે હત્યા
મોડેલ ટાઉન પાસે AAPના નેતા લક્કી ઓબેરોયની તેમની જ થાર ગાડીમાં 13 ગોળીઓ મારી હત્યા કરી

AAP નેતા લક્કી ઓબેરોય

AAP નેતા લક્કી ઓબેરોય
પંજાબના જલંધર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જલંધરના પોશ વિસ્તાર ગણાતા મોડેલ ટાઉનમાં AAPના નેતા લક્કી ઓબેરોયની ધોળા દિવસે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. લક્કી ઓબેરોય કોઈ અંગત કામ માટે મોડેલ ટાઉન ગુરુદ્વારા સાહિબ પાસે ગયા હતા, જ્યાં તેઓ પોતાની થાર ગાડીમાં બેઠા હતા ત્યારે અચાનક હુમલાખોરોએ તેમને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. પ્રાથમિક અહેવાલો મુજબ, હુમલાખોરોએ અત્યંત નજીકથી 13 જેટલી ગોળીઓ લક્કી ઓબેરોય પર ચલાવી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ગાડીમાં જ ઢળી પડ્યા હતા.
ડૉક્ટરોની ટીમે બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા
આ ભયાનક ઘટનાને અંજામ આપીને હુમલાખોરો નાસી છૂટ્યા હતા, ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા લક્કી ઓબેરોયને તાત્કાલિક શ્રી રામ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમે તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. લક્કી ઓબેરોયની હત્યાના સમાચાર પ્રસરતા શહેરના અનેક રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સત્તાધારી પક્ષના નેતાની આ રીતે ધોળા દિવસે હત્યા થતા સમગ્ર વિસ્તારમાં દહેશત અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે.
હત્યાનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા
ઘટનાની જાણ થતા જ ADCP જયંત પુરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. પોલીસ લક્કી ઓબેરોયની હત્યા કરનારા આરોપીઓને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે જેથી હુમલાખોરોની ઓળખ કરી શકાય. લક્કી ઓબેરોયના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!