વડોદરાના ગોત્રી રોડ પર અડધો કલાક સુધી યુવકનો આતંક, ગાડીઓના કાચ તોડ્યા
પોલીસનો જાણે કે ડર જ ના હોય તેમ આ યુવકે આતંક મચાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો

પોલીસનો જાણે કે ડર જ ના હોય તેમ આ યુવકે આતંક મચાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો

પોલીસનો જાણે કે ડર જ ના હોય તેમ આ યુવકે આતંક મચાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધો
વડોદરાના ગોત્રી વિસ્તારમાં અસામાજીક તત્વએ સમગ્ર ગોત્રી રોડને બાનમાં લીધો હતો અને રોડ પર ગાડીઓ રોકીને ગાડીઓના કાચ તોડ્યા હતા જેથી લોકોએ તેને સીધો દોર કરી મેથીપાક ચખાડ્યો હતો. આ યુવકે જાણે પોલીસનો કોઇ જ ડર ના હોય તેમ આતંક મચાવ્યો હતો.
મળેલી માહિતી મુજબ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે સવારે હાથમાં સિલીન્ડર લઇને નિકળેલા યુવકે ગાડીઓમાં તોડફોડ કરીને ભારે આતંક મચાવ્યો હતો. આ શખ્સે રસ્તા પર ગાડીઓને રોકી હતી અને ગાડીમાં સવાર લોકો પાસેથી મોબાઇલ ફોન આપ્યો ન હતો. વાહન ચાલકોએ મોબાઇલ ફોન ના આપતા આ શખ્સે ગાડીઓના કાચ તોડવાનું શુ કર્યું હતું.
આ શખ્સે બિન્ધાસ્ત બનીને પોલીસનો ડોર રાખ્યા વગર રીસતર અડધો કલાક સુધી આતંક મચાવ્યો હતો. ગાડીઓના કાચ તોડવાની સાથે તેણે કેટલાક લોકોના માથાના ભાગે સિલીન્ડર પણ માર્યા હતા જેથી લોકોને ઇજા પહોંચી હતી.
મળેલી માહિતી મુજબ ગોત્રી પોલીસ સ્ટેશનથી બંસલ મોલ તરફ જતા રોડ પર આ યુવકે બેફામ ગાળો બોલવાનું શરુ કર્યું હતું. તેણે એક કાર ચાલક પાસે ફોન માગ્યો હતો પણ કાર ચાલકે ફોન ના આપતા તે ઉશ્કેરાયો હતો. અને ગાડીના કાચ તોડ્યા હતા
ત્યારબાદ તો તેણે બીજા વાહનોને પણ તોડવાનું શરુ કર્યું હતું. તેને રોકવાનો પ્રયાસ કરનારા લોકો પર તેણે સિલિન્ડર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકોએ એકત્રિત થઇને તેને ઝડપી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!