સાથી વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ હત્યા કરવા 100 રૂ.માં સોપારી આપી
મહારાષ્ટ્રની જાણીતી સ્કૂલની ઘટના

શાળા પ્રશાસન તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું

શાળા પ્રશાસન તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું
મહારાષ્ટ્રના પુણેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શાળાના એક વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ હત્યા કરવા માટે 100 રૂપિયામાં સોપારી આપી હતી. સેન્ટ સેબેસ્ટિયન ઈંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થીનિએ પોતાના શિક્ષકોને એવું કહી દીધું હતું કે, એક વિદ્યાર્થીએ પોતાના માતા-પિતાની ખોટી સહી કરી દીધી હતી. જ્યારે તેણે આ અંગે ફરિયાદ કરી તો વિદ્યાર્થી ભડકી ગયો અને તેણે રોષમાં આવીને 100 રૂપિયામાં અન્ય વિદ્યાર્થીને વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ હત્યા કરવા માટે સોપારી હતી.
હવે આ સમગ્ર મામલે સ્કૂલ વહીવટી તંત્ર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પ્રિન્સિપાલ અને બે ટીચર્સ પર શાળાની પ્રતિષ્ઠા બચાવવાના નામે મામલો દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જોકે, હવે આ મામલે દૌંડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
FIRમાં પ્રિન્સિપાલ, ક્લાસ ટીચર અને અન્ય એક શિક્ષકને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપ છે કે આ લોકોએ સગીર વિદ્યાર્થિની પર માનસિક અત્યાચાર કર્યો હતો. અહીં સુધી કે તેના એકેડેમિક પરફોર્મન્સને પણ નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો.
આ કરવા પાછળનું કારણ એ હતું કે, તે આ મુદ્દો ઉઠાવવાથી પાછળ હટી જાય. સગીર શાળાના વિદ્યાર્થીઓમાં આ પ્રકારનું ષડયંત્ર અને દુશ્મનાવટ ચોંકાવનારું છે. તે પણ પુણે શહેરની એક ટોપ સ્કૂલમાં આ પ્રકારની ઘટનાઓ વાલીઓની ચિંતા પણ વધારો કરે છે. હજુ સુધી આ મામલે શાળા પ્રશાસન તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!