તમિલનાડુની સાયબર ક્રાઈમ ગર્લ રેની જોશીલ્ડાના એક ડાયરીએ ખોલ્યા રાઝ!
માસ્ટર માઈન્ડ ગર્લના એક મોબાઈલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી શોધખોળ

ગુજરાત સહિત દેશમાં 100 થી વધુ ધમકીના ઈ-મેઈલ કરવા બદલ કરાઈ છે ધરપકડ

ગુજરાત સહિત દેશમાં 100 થી વધુ ધમકીના ઈ-મેઈલ કરવા બદલ કરાઈ છે ધરપકડ
ગુજરાત સહિત દેશમાં 100 થી વધુ ધમકીના ઈ-મેઈલ કરનાર તમિલનાડુના ચેન્નાઈની સાયબર ક્રાઇમ ગર્લ રેની જોશીલ્ડા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. રેની જોશીલ્ડા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં હતી ત્યારે મહિલા કોન્સ્ટેબલ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવા મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. દેશના અનેક રાજ્યોમાં બોમ્બથી ઉડાવી દેવાના ઇ-મેઇલ કરનાર સાયબર ક્રાઈમ ગર્લ વિરુદ્ધ સાયબર ક્રાઈમ બ્રાંચ, સરખેજ, ચાંદખેડા અને બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે હાલમાં બોપલ પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમ ગર્લ રેની જોશીલ્ડા મામલે કેરલ, કર્ણાટક, મુંબઈ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને ગોવા પોલિસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી ચૂકી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે સાયબર ક્રાઈમ માસ્ટર માઇન્ડ રેની જોશિલ્ડા અલગ અલગ રાજ્યોની સંસ્થાને 100 થી વધુ ઇ-મેઇલ કરી ચૂકી છે. એક તરફી પ્રેમ હોવાના કારણે તેણે પોતાના પ્રેમીને ફસાવવા માટે ઈ-મેઈલ કર્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપી રેની જેને એક તરફી પ્રેમ કરતી હતી તે યુવકનું નિવેદન પણ નોંધ્યુ છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચને રેની જોશીલ્ડાની 200-200 પેજની બે ડાયરી મળી છે. આ ડાયરી વર્ષ 2023 અને 2024 ની છે. આ ડાયરી ભગવાનને સંબોધીને લખી છે. જેમાં દિનચર્યા, ફેક એકાઉન્ટ, માતા પિતા પ્રત્યેના પ્રેમ વિશે લખેલું મળી આવ્યું છે. આ સાયબર ક્રાઈમ બ્રાંચ માટે મહત્વનો પુરાવો છે. આરોપી ધમકી ભરેલા ઇ-મેઇલ કરતી હતી. તેમાં પોલીસથી બચવા માટે VPN, વર્ચ્યુઅલ નંબર સહિત ડાર્ક વેબના ઉપયોગ કરી બચવા માટે એપ્લિકેશન ઓનલાઇન ખરીદ કરતી કે વર્ચ્યુઅલ નંબર મેળવતી હતી તેના માટેની 213 જેટલી પેમેન્ટ હિસ્ટ્રી મળી છે. આ તમામ પેમેન્ટ તેણીએ ઓનલાઇન ડોલરમાં ચૂકવ્યુ છે.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ આરોપી રેની જોશીલ્ડાનો એક મોબાઈલ શોધી રહી છે. મોબાઈલમાં કોઈ સીમકાર્ડનો ઉપયોગ કર્યો નથી. માત્ર વાઈફાઈ સાથે કનેક્ટ કરી તેમાંથી ધમકીના ઇમેઇલ કર્યા છે. આરોપી રેની જોશીલ્ડાની પૂછપરછમાં સહકાર ન આપતી હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપી રેની જોશીલ્ડાની ધરપકડ બાદ વધુ બે ધમકી ભરેલા ઇ-મેઇલ પણ મળી આવ્યા છે. જેમાં એક ઇ-મેઇલ ગુજરાત હાઇકોર્ટમાં અને બીજો વડોદરાની શાળામાં રેની જોશીલ્ડાના સમર્થનમાં કરવામાં આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
ગુજરાત સહિત દેશનાં અલગ અલગ રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીઓ આપનારી યુવતી રેની જોશીલ્ડાને ગુજરાત પોલીસે ચેન્નઈથી ઝડપી પાડી છે. એકતરફી પ્રેમમાં પાગલ આ યુવતી સાથે યુવકે લગ્ન ન કરતાં તેની સાથે બદલો લેવા તેના નામથી બ્લાસ્ટની ધમકીભર્યા ઈ-મેઈલ કરી ગુજરાત સહિત 11 રાજ્યની પોલીસને દોડતી કરી હતી. રેની જોશીલ્ડાએ ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે. આઠ સર્ટિફિકેટ્સ ધરાવતી રેની હાલ ડેલોઈટ કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે.
રેની જોશીલ્ડા જે ઈમેઈલ કરતી હતી તેમાં ખૂબ જ કાળજી રાખતી હતી. જેથી તેના સુધી પહોંચવું મુશ્કેલ હતું. પરંતુ તેને એક જ ડિવાઈસથી પોતાનું ઓરિજિનલ અને ફેક ઈ-મેઈલ આઇડી લોગ ઈન કરતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. રેની જોશીલ્ડા મૂળ તામિલનાડુની રહેવાસી અને વ્યવસાયે એન્જિનિયર છે. તે પોતાની ઓફિસમાં કામ કરતા એક યુવકને પ્રેમ કરતી હતી. પરંતુ યુવક તેની સાથે લગ્ન કરવા માગતો નહોતો. તેથી તેણી અલગ અલગ જગ્યાઓ અને સંસ્થાઓમાં ઈ-મેઈલ કરી બોમ્બની ધમકીઓ આપતી હતી. દિવ્યજ્યોત સ્કૂલ, બીજે મેડિકલ કોલેજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને જીનિવા સ્કૂલ ખાતે પણ રેની જોશીલ્ડાએ ઈમેઈલ કર્યા હતા. તેણીએ 11 રાજ્યમાં ધમકી ભર્યા ઈમેઈલ કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!