MR.PSI....બાળકે ગંભીર ગુનો તો કર્યો ન હતો તો આ રીતે કેમ માર્યો
સાયકલ પર જઇ રહેલા એક બાળકને પીએસઆઇએ માથાના વાળ ખેંચીને માર માર્યો

સાયકલ પર જઇ રહેલા એક બાળકને પીએસઆઇએ માથાના વાળ ખેંચીને માર માર્યો

સાયકલ પર જઇ રહેલા એક બાળકને પીએસઆઇએ માથાના વાળ ખેંચીને માર માર્યો
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના રિહર્સલ દરમિયાન બનેલી ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. આ ઘટનામાં પોલીસની બર્બરતા જોવા મળી છે જેમાં સાયકલ પર જઇ રહેલા એક બાળકને પીએસઆઇએ માથાના વાળ ખેંચીને માર માર્યો હતો. આ બાળકની ભૂલ કહો તો ભૂલ અને અજ્ઞાનતા કહો તો અજ્ઞાનતા પણ તે રિહર્સલના રુટ ઉપર રિહર્સલ દરમિયાન વચ્ચેથી સાયકલ લઇને પસાર થઈ ગયો હતો. પીએસઆઇ બાળકને માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વે ગુરુવારે પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું અને તે રિહર્સલ દરમિયાન એક બાળક પોતાની સાયકલ લઇને રુટમાં પ્રવેશી ગયું હતું જેથી ત્યાં બંદોબસ્તમાં હાજર પીએસઆઇ બી.એ.ગઢવી ઉશ્કેરાઇ ગયા હતા અને તેમણે બાળકના માથાના વાળ પકડીને ખેંચીને માર માર્યો હતો. ખરેખર તો આ પીએસઆઇએ બાળકને સમજાવીને ઘેર મોકલી દેવો જોઇતો હતો પણ તેમણે ખુલ્લેઆમ જાણે બાળક ગંભીર ગુનાનો અપરાધી હોય તેમ માર માર્યો હતો.
પીએસઆઇ ગઢવી હાલ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે અને તેઓ પીએમ મોદીના કાર્યક્રમને લઈ બંદોબસ્ત માં સુરત આવ્યા હતા. બાળકને માર મારનારા આ પીએસઆઇની કરતૂત કોઇએ ફોનના કેમેરામાં કેદ કરી લીધી હતી જેથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો અને સુરત શહેર પોલીસ તંત્રના ઉપરી આધિકારી સુધી પહોંચ્યો હતો જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉપરી અધિકારીએ તાત્કાલિક અસરથી પીએસઆઇ ગઢવીને બંદોબસ્તમાંથી હટાવીને કંન્ટ્રોલ રુમમાં મોકલી દીધા હતા
મળતી માહિતી મુજબ બાળક સાયકલ લઈને નીલગીરી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યું હતું અને પોલીસ રિહર્સલ રૂટ પર કિશોર સાયકલ લઈને અચાનક કોન્વે પાસે આવી ગયું હતું. તે સમયે પોલીસ બંદોબસ્તમાં હાજર પીએસઆઇ એ કિશોરને અટકાવ્યો હતો અને પીએસઆઇ એ સાયકલ પર જઈ રહેલા કિશોરના વાળ ખેંચી માર્યો હતો. પોલીસે માર મારતા કિશોરનો આખં અને ગાલ પર ઈજાઓ પહોંચી હતી. આ પોલીસ ઓફિસરે તેને સમજાવવાને બદલે વાળ પકડીને ઢોર માર માર્યો હતો. ખરેખર તો પોલીસની જ ભૂલ હતી. કેમ કે તેને પહેલાં પ્રવેશવા જ શા માટે દીધો હતો? તેવો સવાલ લોકો પુછી રહ્યા છે. આ પીએસઆઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માગ કરી છે.
આ બાળકે જણાવ્યું કે મને કાંઇ જ ખબર ન હતી કે અહીં સાહેબોની ગાડીઓ આવવાની છે. હું અહી નવો આવ્યો છું તેમ કહ્યું તો તેમણે કહ્યું કે પોલીસ ચોકી ચાલ તો મે ના પાડી તો મને માર્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!