લોકોને છેતરતી નામચીન ટોળકી સામે ભુજમાં ગુજસીટોકનો ગુનો નોંધાતા ખળભળાટ
આરોપીઓએ અત્યાર સુધીમાં 5 કરોડ 14 લાખ રૂપિયાની ચીટિંગ કરી હોવાનું ખૂલ્યું

આરોપીઓએ અત્યાર સુધીમાં 5 કરોડ 14 લાખ રૂપિયાની ચીટિંગ કરી હોવાનું ખૂલ્યું

આરોપીઓએ અત્યાર સુધીમાં 5 કરોડ 14 લાખ રૂપિયાની ચીટિંગ કરી હોવાનું ખૂલ્યું
સસ્તુ સોનુ આપવાની લાલચ આપી છેતરપીંડી કરતી ટોળકી વિરુદ્ધ ભુજ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે..ભુજના પિતા પુત્રોની ત્રિપુટી સહિત ચાર સામે પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે ..
સોશિયલ મીડિયા પર સસ્તા સોનાના નામે દેશભરના લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ અને લૂંટ કરતી ટોળકી વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસાયો છે..ભુજના પિતા પુત્રોની ત્રિપુટી સહિત ચાર શખ્સો વિરુદ્ધ પશ્ચિમ કચ્છ પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આરોપી સિન્ડીકેટ બનાવીને લોકો સાથે ઠગાઇ આચરતા હતા. પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ ઠગ ટોળકી સામે નોંધાયેલાં ગુનાઓની વિગતો એકત્ર કરીને તેમની સામે ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી પિતા અને પુત્રોની ત્રિપુટીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીનો પાલારા જેલમાંથી કબજો લેવા માટેની તજવીજ હાથ ધરી છે..
આ ઠગ ટોળકી સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તુ સોનું આપવાના નામે ઠગાઇ આચારતી હતી. આ શખ્સો અલગ અલગ રાજયના લોકોને સસ્તુ સોનું આપવાના નામે વિશ્વાસમાં લઈને રૂપિયા પડાવતા હતા અને પછી સામે વાળા વ્યક્તિને સોનુ કે રૂપિયા પરત આપતા ન હતા.આ ટોળકી વિરુદ્ધમાં ભુજ એ,ડિવિઝન , બી ડિવિઝન, માનકૂવા પોલીસ સ્ટેશન, માંડવી પોલીસ સ્ટેશન , માધાપર પોલીસ સ્ટેશન, પોરબંદર જિલ્લાના કમલા બાગ પોલીસ સ્ટેશન, ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આરોપી વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 19 જેટલા ગુના નોંધાયેલા છે.
આરોપી સિકંદર ઉર્ફે સિકલો સોઢા સામે ભુજ એ અને બી ડિવિઝન, માનકૂવા, પોરબંદર, ડાંગ આહવા સહિતના પોલીસ મથકોમાં 10 ગુના નોંધાયેલાં છે.. મહમદ હનીફ ઉર્ફે મિઠીયો ઉર્ફે મીઠું સોઢા સામે ભુજ એ ડિવિઝન, માંડવી મરીન, માધાપર પોલીસ સ્ટેશનમાં સહિત ત્રણ ગુના નોંધાયેલા છે. તેના પુત્ર ઝાકીર સામે ચાર અને અમીન સામે બે ગુના નોંધાયેલાં છે. આરોપીઓએ અત્યાર સુધીમાં 5 કરોડ 14 લાખ રૂપિયાની ચીટિંગ કરી હોવાનું ખૂલ્યું છે .હાલ પોલીસ પિતા અને બે પુત્રોની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી સિકંદર ઉર્ફે સિકલાનો પાલારા જેલ માંથી કબજો મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. છેલ્લા ઘણા વર્ષોથી સસ્તું સોનું આપવાના નામે ચીટિંગ કરતી ભુજની નામચીન ટોળકી સામે પશ્ચિમ કચ્છ પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધી ધાક બેસાડતી કાર્યવાહી કરી છે .
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!