સુરતમાં 65 વર્ષના હીરા વેપારીને હની ટ્રેપનો શિકાર બનાવીને સોનાના દાગીના અને રોકડ મળીને 1.45 લાખ પડાવી લેવાનો કિસ્સો બન્યો છે. વેપારીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને નિલેશ ગોસ્વામી, ગૌરવ રબારી અને મનીષા કોટડીયાની ધરપકડ કરી હતી.
સુરતમાં વધુ એક 65 વર્ષનો હીરાનો વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો છે. વરાછામાં રહેતા 65 વર્ષીય વેપારી પોતાની કારમાં જઇ રહ્યા હતા ત્યારે એક મહિલાએ તેમને સ્માઇલ આપી હતી અને તેમનો પીછો કર્યો હતો અને મહિલાએ વેપારીની નીકટતા કેળવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ફોન નંબરની આપલે થઇ હતી.
મહિલાએ વૃદ્ધ વેપારીને પોતાનો ફોન નંબર આપીને શરીર સુખ માણવાની ઓફર આપી હતી અને તેને વરાછાની એક સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. વૃદ્ધ આ મકાનમાં પહોંચતા મહિલા તેમને લઇને ત્રીજા માળે લઇ ગઇ હતી
રુમમાં બંને એકાંત પણો માણવા માટે શરુઆત કરી રહ્યા હતા અને વેપારી નગ્ન થયો ત્યારે જ રુમના દરવાજા કોઇએ ખખડાવ્યો હતો. મહિલાએ દરવાજો ખોલતાં જ 2 શખ્સ અંદર ધસી આવ્યા હતા અને વેપારીનો નગ્ન હાલતમાં વીડિયો ઉતારવાની શરુઆત કરી હતી.
આ શખ્સોએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વૃદ્ધ વેપારીને બ્લેકમેઇલ કર્યા હતા અને પૈસાની માગ કરી હતી. બંનેએ વૃદ્ધ પાસેથી 2 સોનાની વીંટી અને રોકડ મળીને 1.45 લાખ રુપિયાની રકમ પડાવી હતી.
આ મામલે વૃદ્ધ વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં વરાછા પોલીસે નિલેશ ગોસ્વામી, ગૌતમ રબારી અને મનિષા કોટડીયાની ધપકડ કરી તપાસ શરુ કરી હતી.