વાપીમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા
બાળકને નાસ્તો કરવા 10 રુપિયાની લાલચ આપી દુષ્કર્મ કરીને તેની હત્યા કરનારો ઝડપાયો

વાપીમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા

વાપીમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા
વલસાડ જિલ્લાના વાપીમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરી દેવાઇ હોવાનો સનસનીખેજ બનાવ બન્યો છે. વલસાડ જિલ્લા પોલીસે ઝીણવટભરી તપાસ કરીને આરોપીને ઝડપી લઇ ઉંડી તપાસ શરુ કરી છે.
મળેલી માહિતી મુજબ વાપીમાં રહેતા પરિવારનું 7 વર્ષનું બાળક ગત 25 તારીખથી રહસ્યમય હાલતમાં ગુમ થઇ ગયું હતું. જેથી તેના પરિવારજનોએ ભારે શોધખોળ શરુ કરી હતી પણ બાળકનો કોઇ પતો ના મળતાં આખરે પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે પણ ગંભીરતા દાખવીને તત્કાળ બાળકની શોધખોળ શરુ કરી હતી.
પોલીસે બાળક ગુમ થયું હતું તે વિસ્તારના તમામ સીસી ટીવી ફૂટેજ ફંફોસી નાખ્યા હતા અને ડ્રોન કેમેરાનો પણ સહારો લીધો હતો તો સાથે સાથે બાતમીદારોને પણ સક્રિય કર્યા હતા.
પોલીસની સઘન તપાસમાં ઝાડી ઝાંખરામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બાળકનો મૃતદેહ જોતાં તેના શરીર પર તીક્ષ્ણ હથિયારથી કરાયેલા ઘા પણ જોવા મળ્યા હતા જેથી પોલીસે હત્યા અને અપહરણનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
દરમિયાન સીસી ટીવીની તપાસ દરમિયાન એક ફૂટેજમાં આ બાળક એક શંકાસ્પદ શખ્સ સાથે જતું હોવાનું જોવા મળતાં પોલીસે આ શખ્સની તપાસ શરુ કરી હતી અને તપાસમાં તેનું નામ શિવકુમાર ઉર્ફે શાંવ કાંતા રવિદાસ હોવાનું જાણવા મળતાં પોલીસે તેની શોધખોળ શરુ કરી હતી અને પોલીસના હાથે આખરે શિવ કુમાર ઝડપાઇ ગયો હતો.
પોલીસે શિવાની પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. શિવ કુમારે બાળકને નાસ્તો કરવા માટે 10 રુપિયાની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને તેને ઝાંડી ઝાંખરીમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને બાદમાં તીક્ષ્ણ હથિયારથી તેની હત્યા કરી દીધી હતી. જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી ઉંડી તપાસ શરુ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!