SMCના દરોડા બાદ કોસંબા પોલીસ સ્ટેશનના PI-PSI સહિત 6 સસ્પેન્ડ કરાયા
પોતાની જવાબદારીમાં નિષ્ક્રિયતા રાખવા બદલ 6 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા

SMCના દરોડા બાદ કોસંબા પોલીસ સ્ટેશનના PI-PSI સહિત 6 સસ્પેન્ડ કરાયા

SMCના દરોડા બાદ કોસંબા પોલીસ સ્ટેશનના PI-PSI સહિત 6 સસ્પેન્ડ કરાયા
સુરત જિલ્લાના કોસંબા પોલીસ મથકની હદમાં આવતા વાલેસા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બે દિવસ અગાઉ રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન રૂ. 3,91,000નો મુદ્દામાલ ઝડપાયો હતો. જે બાદ કોસંબા પોલીસની હદમાં ભઠ્ઠીઓ આવે છે, છતાં સ્થાનિક પોલીસે કાંઈ કાર્યવાહી ન કરવા બાબતે સવાલો ઉઠ્યા હતા. જેથી પોતાની જવાબદારીમાં નિષ્ક્રિયતા દાખવવા બદલ સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશન અને પાલોદ ચોકીના PI-PSI સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ આપ્યો હતો. ઉલ્લેખય બાબત એ છે કે અગાઉ રેન્જ આઈ જી ડો રાજકુમાર પાંડિયન ના સમયે સસ્પેન્સનની કાર્યવાહી જોવા મળી હતી પરંતુ બીજા રેન્જ આઈ જી પિયુષ પટેલ અને ચંદ્રશેખરનો કાર્યકાળ ટૂંકો રહ્યો હતો પણ કોઇને સસ્પેન્ડ કરાયા ન હતા.
અગાઉ ગાંધીનગર મોનિટરિંગ સેલે બાતમીના આધારે કોસંબા પોલીસમથક અને પાલોદ ચોકી હદ વિસ્તારમાં આવેલ વાલેસા ગામે કીમ ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર રેડ કરી હતી. જે દરમિયાન દારૂનો વેપલો ચલાવનાર 4 શખસોને રૂ. 3,91,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જવાબદારીમાં નિષ્ક્રિયતા બદલ કોસંબા પોલીસ મથકના PI તેમજ PSI સહિત છ પોલીકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં વિસ્તારમાં તેમજ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે
ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા કોસંબા પોલીસમથક અને પાલોદ ચોકી હદ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી સ્થાનિક પોલીસ પોતાની જવાબદારીમાં સક્રિય કેમ નથી? એ સવાલ ઉભા થયા હતા, જેથી દક્ષીણ ગુજરાતના રેન્જ આઈ જી પ્રેમવીરસિંહ એ તાત્કાલિક અસર થી વર્ષના છેલ્લા દિવસે મોડી સાંજે ઓડર ઇસ્યુ કર્યા હતા અને કોસંબા પોલીસ સ્ટેશનના PI એમ.કે. સ્વામી અને પાલોદ પોલીસ ચોકીના PSI આર. એમ. કોટવાલ, એક હેડ કોન્સ્ટેબલ અમરતભાઈ તેમજ ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે.
બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા બાતમીને આધારે રેડ પાડવામાં આવી હતી. દારૂનો વેપલો ચલાવનાર 4 શખ્સને રૂ. 3,91,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ દેશી દારૂના કેસમાં PI અને PSI સહિત 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!