VADODARA: 'તરતા સોના’ તરીકે ઓળખાતી વ્હેલ માછલીની ઊલટી સાથે 6 ઝડપાયા
પોલીસે 1.58 કરોડ રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ સાથે આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા

પોલીસે 1.58 કરોડ રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ સાથે આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા

પોલીસે 1.58 કરોડ રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ સાથે આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા
'તરતા સોના’ તરીકે ઓળખાતી અને અત્તર તથા દવાઓમાં ઉપયોગી એવી અમૂલ્ય વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ) સાથે વડોદરા શહેરમાંથી છ શખ્સો ઝડપાયા છે. એલસીબી ઝોન-2ની ટીમે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1.58 કરોડ રૂપિયાની કિંમતની એમ્બરગ્રીસ સાથે આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા.
પોલીસને મળેલી ગુપ્ત માહિતી આધારે બીલ કેનાલ પાસે આવેલા ધ માર્ક કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ પર એક સ્વીફ્ટ ડિઝાયર કારમાં સોદો થતો હોવાની જાણકારી હતી. તુરંત કાર્યવાહી કરતાં એલસીબી, રેન્જ ફોરેસ્ટ અધિકારી અને એફએસએલની ટીમે સ્થળ પર છાપો મારી છ આરોપીઓને ઝડપી લીધા હતા.
પોલીસે EMV (એમ્બરગ્રીસ), છ મોબાઇલ ફોન અને એક કાર સહિત કુલ ₹1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલના આંતરડામાં બનતો મિણવાળો પદાર્થ છે, જે વ્હેલ ઊલટી કરતાં બહાર આવે છે. તેનું મુખ્ય ઉપયોગ અત્તર, દવાઓ (ખાસ કરીને ચાઈનીઝ હર્બલ મેડિસિન), તથા સુગંધ નિર્માણમાં થાય છે. વર્ષો સુધી પરફ્યુમમાં સુગંધ ટકી રહેવા પાછળ પણ આ પદાર્થનો મોટો ફાળો હોય છે.
એમ્બરગ્રીસ એ ખુબ જ દુર્લભ હોવાથી તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹1 કરોડ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. ખાસ કરીને અરબ દેશોમાં તેની ભારે માંગ છે. જોકે ભારતમાં સ્પર્મ વ્હેલ વન્યજીવ સુરક્ષા અધિનિયમ 1972ની શિડ્યુલ-1 હેઠળ સુરક્ષિત પ્રાણી છે, જેથી તેના કોઈ પણ અંગો, ઊલટી કે અન્ય વસ્તુઓનો વેપાર કાયદેસર નથી.
એમ્બરગ્રીસ સાથે પકડાવા બદલ આ આરોપીઓ સામે શિડ્યુલ-1 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં દોષી સાબિત થવા પર 3થી 7 વર્ષની જેલની સજા થઇ શકે છે.
તરતા સોના સાથે આ પકડાયા
(1) સુરેન્દ્રસિંહ મહેન્દ્રભાઈ ચાવડા ઉ.વ.25, પરમ ક્રેષ્ટ અટલાદરા બીલ કેનાલરોડ વડોદરા શહેર
(2) ગૌતમ અર્જુનભાઇ વસાવા ઉ.વ.22, શારદા ડુપ્લેક્ષ, કલા દર્શન ચાર રસ્તા. વાઘોડીયા રોડ, વડોદરા શહેર
(3) દિપક ભીખાભાઇ રબારી ઉ.વ.26, રહે.ગામ વ્હોરા ભાથુજી મંદિર ફળીયુ, તા.તિલકવાડા, જી.નર્મદા
(4) સિધાર્થ ઉર્ફે સન્ની સનાભાઈ તડવી ઉ.વ.23, મહેશ નગર સોમાતળાવ તરસાલી વડોદરા શહેર
(5) સુરજસિંગ સુરજીતસિંગ કાંબોજ ઉ.વ.24, રહે.શ્યામલ હાઇટ્સ વાઘોડીયા રોડ, વડોદરા શહેર
(6) રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઇ ભરવાડ ઉ.વ.23, રહે.ભરવાડવાસ સંતોષી માતા મંદિર પાસે દંતેશ્વર
આ પણ વાંચો--- વડોદરામાં અધૂરુ પેચ વર્ક કરીને રસ્તો ખુલ્લો કરી દેવાતા ખાડામાં રિક્ષા ખાબકી, ચાલકનું મોત
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.