શેર બજારમાં પૈસાનું રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર 5 શખ્સો ઝડપાયા
મહેસાણાના ખેરાલુના 5 શખ્સોને સાયબર ક્રાઈમ સેલે મુંબઈથી દબોચી લીધા

રોકાણની લાલચ આપી કરી છેતરપિંડી

રોકાણની લાલચ આપી કરી છેતરપિંડી
ગુજરાતમાં ઓનલાઈન ઠગાઈના પ્રતિદિન કેસ વધી રહ્યા છે. ઓનલાઈન ઠગાઈ અંગે જાગૃત કરવા છતાં લોકો સાયબર ઠગના ભોગ બની રહ્યા છે. ગાંધીનગર સાયબર સેલે શેરબજારમાં પૈસાનું રોકાણ કરવાની લાલચ આપીને ઓનલાઈન છેતરપિંડી કરતાં 5 શખ્સોને મુંબઈથી પકડી લીધા છે. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાંચેય શખ્સો શેર બ્રોકર તરીકે ઓળખ આપી શેર બજારમાં સારૂ વળતર મળવાની લાલચ આપીને રોકાણ કરાવ્યા બાદ પરત નહી આપીને છેતરપિંડી કરતા હતા.
સુરેન્દ્રનગરના અશોક પટેલ અને કલ્યાણી પાટીલે પોતાની સાથે છેતરપિંડી થયાની સાયબર સેલને ઓનલાઈન ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે સાયબર સેલે તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર મોબાઈલ ઉપર ફોન કરી શેર બ્રોકર તરીકે ઓળખ આપી સારૂ વળતર આપવાની લાલચ આપીને અલગ અલગ કંપનીના શેરોમાં રોકાણ કરાવ્યુ હતુ. થોડા રૂપિયાનું રોકાણ કરાવીને 35 હજાર ખાતામાં જમા કરાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ભોગ બનનારને વધુ રૂપિયા રોકાણ કરવા લાલચ આપી હતી. તેના પગલે ભોગ બનનારે 9.50 લાખનું અલગ અલગ કંપનીમાં રોકાણ કર્યુ હતુ. પરંતુ પરત નહી આપીને આરોપીઓએ છેતરપિંડી કરી હતી.
સાયબર સેલે આરોપીઓના મોબાઈલ નંબરો એનાલિસિસ કરતાં આરોપીઓનું લોકેશન મુંબઈનું જણાયુ હતુ. તેથી સાયબર સેલના થાણે વિસ્તારના એક ફ્લેટમાં રેડ કરી પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. આ પાંચેય શખ્સો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગામડાના હોવાનું જાણવા મળ્યુ છે. સાયબર સેલે શેખ મોહંમદ જાહીદ અલ્લારખા રહે. લાલાવાડા, શકીલખાન યાકુબખાન ચૌહાણ, રહે. ખેરાલુ, ફેજાન મહમદ ખાલીદ મહમદ ચૌહાણ રહે. ખેરાલુ, મોહંમદ જુનેદ અલ્લાઉદીનભાઇ શેખ રહે. લાલવાડા અને રમીજભાઇ નાશીરભાઇ ધશપાઇ રહે.લાલવાડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!