GSRTCની સિનિયર ક્લાર્ક અને કંડકટરની ભરતીમાં 45 લોકો સાથે છેતરપિંડી
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કરી તપાસ કરવાની માગણી કરી

મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પોલીસે ફરિયાદ નહીં નોંધાયાનો આક્ષેપ

મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પોલીસે ફરિયાદ નહીં નોંધાયાનો આક્ષેપ
ગુજરાતમાં સરકારી નોકરીની લાલચ આપીને ઠગાઈ કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદ કરીને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ GSRTCમાં નોકરીની લાલચ આપી 45 જેટલા લોકો સાથે ઠગાઈ કરાઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. એક ઉમેદવાર પાસેથી રૂપિયા 97,200 લઈ સિનિયર કલાર્કનો નકલી એપોઇનમેન્ટ લેટર આપવામાં આવ્યો હોવાનો ખુલાસો કર્યો છે. બોરસદના નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચિયન નામના શખ્સોએ 45 લોકો સાથે ઠગાઈ કર્યાના પુરાવા આપ્યા હોવા છતાં પોલીસે સામાન્ય અરજી લઈને ફરિયાદ નોંધી નહી હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે.
યુવરાજસિંહે જણાવ્યું હતું કે, વાહન વ્યવહાર નિગમમાં સિનિયર ક્લાર્ક અને કંડકટરની ભરતીમાં કૌભાંડ થયું છે. જેમાં નકલી એપોઇન્ટમેન્ટ લેટર, આઈકાર્ડ આપવામાં આવ્યા હતા. એક ઉમેદવારને નોકરીની લાલચ આપી ઠગાઈ કરવામાં આવી છે. આ મામલે ખોખરા અને વટવા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી. જો કે, ફરિયાદ ન લેવાતા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. તેમ છતાં હજુ સુધી ફરિયાદ લેવામાં આવી નથી. ભોગ બનનાર 6 મહિનાથી રજૂઆત કરતા હોવા છતાં ફરિયાદ નોંધવામાં આવી નથી.
તેમણે ઉમેર્યુ કે, છેતરપિંડી આચરનાર નિલેશ મકવાણા બોરસદનો વતની છે. મોબાઈલ રેકોર્ડિંગના પુરાવા પણ ઉપલબ્ધ છે. ઈમેલના માધ્યમથી નકલી એપોઇમેન્ટ લેટર મોકલાયો હતો. ગૌરાંગ ગજ્જર નામના યુવકનો સિનિયર ક્લાર્કનો લેટર ઈસ્યૂ કરવામાં આવ્યો હતો. ભોગ બનનાર લોકોને વડોદરા એસટી ડેપોમાં બોલાવીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદના એક અધિકારી ઠગાઈ કરનાર શખ્સોના સંપર્કમાં હોવાનું સામે આવ્યુ છે. તેથી યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તો વાહન વ્યવહાર નિગમનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના છે.
ગૌરાંગ ગજ્જરે જણાવ્યું હતું કે, પોતે અમદાવાદમાં કોમ્પ્યુટર રિપેર કરનાર આશિષ ક્રિશ્ચિયનના સંપર્કમાં આવ્યા હતા. આશિષ ક્રિશ્ચિયને નોકરી આપવાની લાલચ આપી હતી. રૂપિયાનો વ્યવહાર થયા બાદ 100 ટકા નોકરી મળી જશે તેવી ખાતરી આપી હતી. પોતાની ઉંમર 41 વર્ષ હોવાથી વયમર્યાદામાં નોકરી ન મળે તેવી વાત કરવા છતાં આશિષે ખાતરી આપી હતી કે તેઓને નોકરી મળી જશે. મુખ્ય આરોપી નિલેશ મકવાણાના ખાતામાં તેમણે 97,200 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચને નોકરીની લાલચ આપી 97,200 રૂપિયા પડાવી લીધા હતા. કૌભાંડ આચરનારાએ તમામ પૈસાનો વ્યવહાર ઓનલાઈન કરાવ્યો હતો. ભોગ બનનાર યુવકને GSRTC નો નકલી એપોઇમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો તેમજ અનેક યુવાનોને નકલી આઈકાર્ડ બનાવી આપી 45 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
ભોગ બનનારે જણાવ્યુ કે, અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી આપી હતી. અરજી આપ્યાના બે મહિના બાદ વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા હતા. ત્યાં સામાન્ય અરજી લઈને આજદિન સુધી ગુનો નોંધવામાં આવ્યો નથી. તમામ પુરાવા હોવા છતાં ફરિયાદ દાખલ કરવામા આવી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!