સોની બજારમાંથી ઝડપાયેલા 3 આતંકીઓને આજીવન કેદ
અલકાયદા તઝીમના પ્રચાર અને રાહ-એ-હિદાયત ગ્રુપ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા

3 આતંકીઓને આજીવન કેદની સજા

3 આતંકીઓને આજીવન કેદની સજા
રાજકોટની સોની બજારમાં મજૂરી કામ કરતા અને આતંકવાદી સંગઠન અલકાયદા તઝીમનો પ્રચાર કરતા 3 શખ્સોને રાજકોટની સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સખત સજા અને 10,000નો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ 2023માં ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પશ્ચિમ બંગાળના વતની 23 વર્ષીય અમન સિરાજ મલિક, 20 વર્ષીય અબ્દુલ શકુરઅલી શેખ અને 23 વર્ષીય શફનવાજ અબુ શાહીદ સોની બજારમાં કામ કરી રહ્યા છે અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને દેશ વિરોધી પ્રચાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે ATSએ 31 જુલાઈ 2023માં 31.07.2023ના રોજ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં રાજકોટ રેલ્વે સ્ટેશન, પાર્સલ ઓફિસ પાસેથી અબ્દુલ શકુરઅલી શેખ અને અમન સિરાજ મલિકને ઝડપી પાડવામાં આવ્યા હતા.
દેશ વિરોધી પ્રવૃત્તિનું સાહિત્ય મળી આવ્યું
અબ્દુલ શકુરઅલી શેખની બેગમાંથી એક પિસ્તોલ-કાર્ટીઝ મળી આવ્યા હતા, જ્યારે અમન સિરાજ મલિકના મોબાઈલ ફોનમાંથી રાહ-એ-હિદાયત નામના ગ્રુપની દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને પ્રચારના લખાણોની વિગતો મળી આવી હતી. ત્યારબાદ આ માહિતીના આધારે ત્રીજા આરોપી શફનવાજ અબુ શાહીદને સોની બજારની નજીક આવેલા તેના રહેઠાણ પરથી પકડવામાં આવ્યો હતો, જેની પાસેથી પણ દેશ વિરોધી પ્રવૃત્તિનું સાહિત્ય મળી આવ્યું હતું.
સરકાર પક્ષની દલીલો અને કેસનું સબૂત
સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ સેશન્સ કોર્ટમાં મજબૂત રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનના વોટ્સએપ ચેટિંગના વાર્તાલાપ સ્પષ્ટપણે સાબિત કરે છે કે, તેઓ મુસ્લિમ સમાજના ચોક્કસ વર્ગને દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા હતા. વધુમાં, આરોપીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પિસ્તોલ-કાર્ટીઝ મળી આવ્યા હતા, જેના વિશે તેઓ કોઈ ખુલાસો કે ઈનકાર કરી શક્યા ન હતા, જે તેમની ગુનાહિત પ્રવૃત્તિ સાથેની સંડોવણી સાબિત કરે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં આતંકી હુમલો, 12 સૈનિકોના મોત
ત્રણેય આરોપીઓ મસ્જિદમાંથી દેશ વિરોધી પ્રચાર કરતા
આરોપીઓના બચાવમાં 2 મુસ્લિમ શખ્સોએ જુબાની આપી હતી કે, ત્રણેય આરોપીઓ મસ્જિદમાંથી ક્યારેય દેશ વિરોધી પ્રચાર કરતા જોવા મળ્યા નથી. જોકે, સરકારી વકીલ વોરાએ આ સાક્ષીઓની ઉલટ તપાસ કરીને સાબિત કર્યું હતું કે, બન્ને સાક્ષીઓ દિવસ દરમિયાન માત્ર 15થી 20 મિનિટ નમાજ માટે જ મસ્જિદમાં જતા હતા, અને બાકીના સમય દરમિયાન આ આતંકી શખ્સો શું પ્રવૃત્તિ કરતા હતા, તેની તેમને કોઈ જાણકારી નહોતી.
સખત સજાનો કોર્ટનો નિર્ણય
સરકારી વકીલે ત્રણેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સખત આજીવન કેદની સજા આપવા માટે રજૂઆત કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ત્રણેય આરોપીઓના માનસ ઉપર જેહાદી પરિબળો દ્વારા દેશ વિરોધી વિચારસરણી લાદી દેવામાં આવી છે. જો તેમને ઓછી સજા કરવામાં આવે, તો આતંકી સંગઠનો દ્વારા જેલમાંથી બહાર આવ્યા પછી તેમનો ઉપયોગ વધુ ગંભીર ગુનાઓ માટે કરવામાં આવશે.
દેશ વિરોધી પ્રચાર કરનારા તત્વો માટે મહત્વનો ચુકાદો
આ શખ્સો મૂળ બંગાળના હોવા છતાં રાજકોટ આવીને કાશ્મીરની પરિસ્થિતિને લઈને સરકાર વિરોધી દુષ્પ્રચાર કરી રહ્યા હતા. સરકારી વકીલની આ રજૂઆત અને દલીલોના અંતે, અધિક સેશન્સ જજ આઈ. બી. પઠાણે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સખત સજા અને 10,000નો દંડ ફટકાર્યો, જે દેશ વિરોધી પ્રચાર કરનારા તત્વો માટે એક મહત્વનો ચુકાદો સાબિત થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!