સાબરમતી જેલમાં 3 કેદીઓએ આતંકવાદીને માર માર્યો
આંખમાં ઈજા પહોંચતા ડો. અહેમદ સૈયદને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો

અમદાવાદની સાબરમતી જેલની ફાઈલ તસવીર

અમદાવાદની સાબરમતી જેલની ફાઈલ તસવીર
તાજેતરમાં ગુજરાત ATSએ પકડેલાં ત્રણ આતંકવાદીઓ પૈકી એક આતંકીને સાબરમતી જેલમાં અન્ય કેદીઓએ માર માર્યો હોવાની ઘટના બની છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ડો.અહેમદ સૈયદ નામના આતંકીને અન્ય કેદીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ મામલો બિચકતાં ત્રણ કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો હતો. અહેમદ સૈયદની આંખમાં ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યારે સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
9 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ATSએ ISIS સાથે સંકળાયેલા 3 આતંકીઓને પકડ્યા હતા. આતંકીઓને હાલમાં સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. કાચા કામના કેદીઓની બેરેકમાં ત્રણ આતંકીઓ પૈકી અહેમદ સૈયદને અન્ય કેદીઓ સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝઘડો ઉગ્ર બનતાં ત્રણ કેદીઓએ અહેમદ સૈયદને માર માર્યો હતો. મારામારી દરમિયાન આતંકીને આંખ તેમજ મોઢાના અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. અહેમદ સૈયદને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અહેમદ સૈયદનું નિવેદન લઈ ત્રણ કેદીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અડાલજ ટોલ નાકા અને બનાસકાંઠા જિલ્લામાંથી ISIS સાથે સંકળાયેલા ત્રણ આતંકીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકી ડો. સૈયદ અહેમદને અડાલજ ટોલનાકા પાસેથી પકડ્યા બાદ તેની પૂછપરછમાં અન્ચ બે આતંકીનો ખુલાસો થયો હતો. બાદમાં બનાસકાંઠા જિલ્લામાંથી બંને આતંકીઓને પકડી લેવામાં આવ્યા હતા.
ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદ પાકિસ્તાનના આતંકીઓ સાથે સંપર્કમાં હતો. તે સાઈનાઈડથી પણ ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેમનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય આંતકીઓ ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે. તે ગુજરાતમાં હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. ઉત્તરપ્રદેશના આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવી ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા.
ડો. અહેમદ સૈયદે તે હથિયારો મેળવ્યા હતા. હથિયારો લઈ પરત હૈદરાબાદ પરત જાય તે પહેલાં જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકીઓ પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!