અમદાવાદમાં રૂ. 500ની નકલી નોટ સાથે 3ની ધરપકડ
રૂ. 500ની અસલી નોટમાં નકલી નોટ સેરવીને ષડ્યંત્ર કરતા 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી.

રૂ. 500ની નકલી નોટ સાથે 3ની ધરપકડ

રૂ. 500ની નકલી નોટ સાથે 3ની ધરપકડ
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં નકલી નોટો સાથે 3 શકસની ધરપકડ કરાઈ છે. રૂ. 500ની કુલ 166 નકલી નોટો અસલી નોટ સાથે ભેળવી વાપરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં 3 આરોપીઓ દેવાંશ પટેલ, વૈભવ પટેલ અને સચિન સિંઘેની ધરપકડ કરી છે.
પોલીસના અનુસાર, આરોપીઓએ નકલી નોટો સાથે ફરતાં બચવા માટે પોતાની ગાડીની નંબર પ્લેટ પણ નકલી લગાવી હતી. આ પગલાં દ્વારા તેઓની ઓળખ છુપાવવાની કોશિશ થઈ હતી. પોલીસે તપાસમાં ખુલ્યું કે નકલી નોટો પૂરી પાડનાર અભિષેક પાંડે કોલકતાનો રહેવાસી છે, જે હાલમાં ફરાર છે. દેવાંશ પાંડે અભિષેકના સંપર્કમાં હતો અને નકલી નોટો મેળવતો હતો.
#Breaking: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં 3 શખ્સો ₹500ની 166 નકલી નોટો સાથે પકડાયા!
— Benefit News 24 (@BenefitNews24) November 29, 2025
દેવાંશ, વૈભવ અને સચિન નકલી નોટો ભેળવી મોબાઈલ ખરીદવાના પ્રયાસમાં ફસાયા,
ફરાર અભિષેક પાંડેની હજુ પોલીસને શોધ. #Ahmedabad #FakeCurrency #PoliceAction #ArrestNews #CurrencyFraud #CopsInAction… pic.twitter.com/YZjbOAgHDC
આરોપીઓની ઓળખ
દેવાંશ BBAનો અભ્યાસ કરેલો છે, વૈભવ ઓટોમોબાઇલ અભ્યાસ સાથે છે, જ્યારે સચિન ફિઝિક્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓએ નકલી નોટો સાથે ઓનલાઈન પ્લેટફોર્મ OLX પરથી મોબાઈલ ખરીદવાની યોજના બનાવી હતી અને વેચનાર પાસે અસલી નોટો સાથે નકલી નોટો ભેળવી સાચા તરીકે વાપરવાનો પ્રયાસ કર્યો.
કાયદાકીય કાર્યવાહી
સેટેલાઈટ પોલીસ ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા વોચ ગોઠવામાં આવી હતી જેમાં પોલીસે કુલ ₹83,000 મૂલ્યની 166 નકલી નોટો, ₹85,000 રોકડ, 5 મોબાઇલ ફોન, એક આધારકાર્ડ અને 2 નકલી પ્લેટો કબ્જે કર્યા છે. પોલીસના આધિકારીઓ મુજબ વધુ તપાસ અને રીમાન્ડ પ્રક્રીયા ચાલુ છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.ચૌધરી અને સ્ટાફે કાયદાકીય કાર્યવાહી સખત રીતે હાથ ધરી છે.
આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 179, 180, 336(2), 336(3), 340(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હજુ ફરાર અભિષેક પાંડેને ઝડપી પાડવા માટે તપાસનો દબાણ ચાલુ રાખ્યો છે.
આ મામલો નકલી નોટો અને અસલી નોટો ભેળવીના કેસમાં સજાગ રહેવાની જાગૃતતા દર્શાવે છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને નકલી નોટોના વેપારને રોકવાની કામગીરી સફળ રીતે હાથ ધરવી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!