સુરત GIDCમાં 21 વર્ષીય યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા
સચિન GIDCમાં મોડી રાત્રે યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ 5થી વધુ ઘા મારી પતાવી દેવાયો

સચિન GIDC હત્યા

સચિન GIDC હત્યા
સુરતના સચિન GIDC વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરતી એક ગંભીર હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 21 વર્ષીય યુવકને ફોન કરીને બોલાવ્યા બાદ ક્રૂરતાપૂર્વક પતાવી દેવામાં આવ્યો હતો
મૃતક યુવકનું નામ ગગનકુમાર મહાનંદ દાસ હતું. હત્યારાઓએ ગગનકુમારને મોડી રાત્રે કોઈ બહાને ફોન કરીને સચિન GIDC વિસ્તારમાં બોલાવ્યો હતો. અહીં અજાણ્યા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગગનકુમારને પાંચથી વધુ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. હત્યા બાદ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો
પરિવાર પર આભ તૂટી પડ્યું :
મૃતક ગગનકુમાર જ તેના પરિવારનો એકમાત્ર કમાનારો સભ્ય હતો. પુત્રની હત્યાના સમાચાર મળતા જ તેના પિતાનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મૃતકના ભાઈ અને પિતાના જણાવ્યા મુજબ, ગગન કોઈ સાથે ઝઘડો કરનારો છોકરો ન હતો અને તેને કોઈએ ફોન કરીને દૂર બોલાવ્યો હતો. તેમણે સીસીટીવી ફૂટેજ ચકાસીને સત્ય બહાર લાવવાની માંગ કરી છે.
પોલીસ તપાસ હાથ ધરી :
ઘટનાની જાણ થતાં જ સચિન GIDC પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને હાલમાં હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હત્યાનું કારણ જૂની અદાવત છે કે અન્ય કોઈ, તે જાણવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કર્યા છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે. હત્યારાઓની ધરપકડ બાદ જ હત્યાના આ બનાવ પરનો ભેદ ઉકેલાશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!