સુરતના ચકચારી ગેંગ રેપ કેસના 2 નરાધમોને છેલ્લા શ્વાસ સુધીની સજા
નવરાત્રીમાં સગીરાને ધમકી આપી નરાધમોએ સામુહિક દુષ્કર્મ કર્યું હતું

નવરાત્રીમાં સગીરાને ધમકી આપી નરાધમોએ સામુહિક દુષ્કર્મ કર્યું હતું

નવરાત્રીમાં સગીરાને ધમકી આપી નરાધમોએ સામુહિક દુષ્કર્મ કર્યું હતું
સુરતના ચકચારી માંગરોળના મોટા બોરસરા ગેંગ રેપ કેસમાં સુરતની કોર્ટે આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. નવરાત્રી દરમિયાન કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં સુરત કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે. આ ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવીને નરાધમોને માત્ર 130 દિવસમાં સજા સંભળાવી હતી.
ગત 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારું જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, જ્યાં મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ લઈ લીધા હતા.ત્યાર બાદ તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઊતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની આરોપીઓએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીરસંબંધ બાંધવા દબાણ કર્યું હતું, જોકે જે-તે સમયે તરુણ અને સગીરા બંને આરોપીઓને વશ થયાં નહોતાં અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતાં આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો.
સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેણે બૂમાબૂમ કરતાં આસપાસના ગ્રામજનો એકત્ર થયા હતા, જેથી આરોપીઓ ડરીને ત્યાં પોતાની બાઈક છોડીને ફરાર થઈ ગયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી શિવશંકર ચોરસિયાને શોધી રહી હતી, જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના પાસવાનની શોધખોળમાં હતી. તડકેશ્વર નજીક આરોપી રોડ પર નજરે આવ્યો હતો. મુન્ના પોલીસને થાપ આપીને નાસી રહ્યો હતો, જેથી તેને રોકવા માટે જે-તે સંજોગોમાં અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું.
બનાવ સમયે ચંદ્રપ્રકાશને કારણે અને આરોપીઓ ફ્લેશ લાઈટ કરી હોવાના કારણે પીડિતા આરોપીઓના ચહેરા ઓળખતી હતી. આ કેસમાં આરોપીઓને દાખલારૂપ સજા કરવાની માગ કરવામાં આવી છે.સુરત જિલ્લા પોલીસે આ કેસમાં ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓમાંના એકનું હાર્ટ-બ્લોકેજને કારણે મૃત્યુ થયું હતું, જ્યારે બે આરોપી વિરુદ્ધ સુરત કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. હાઈકોર્ટના આદેશના અનુસંધાને 11 નવેમ્બરથી કોર્ટમાં સતત રોજ ટ્રાયલ શરૂ થઈ હતી. પીડિતા અને તેના મિત્રએ કોર્ટમાં ભયમુક્ત થઇ જુબાની આપી હતી.
આજે સુરત કોર્ટે બંને આરોપીને આજીવન કેદ છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી હતી અને 5 હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો. પીડીતાને દસ લાખની સહાય કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!