મહિલા દર્દીઓના વીડિયો વાયરલ થવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા
રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓની શારીરિક તપાસના વીડિયો વાયરલ થવાની ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે અને પોલીસની તપાસ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. પોલીસે મહારાષ્ટ્રમાંથી 2 શખ્સની ધરકડ કરી હોવાનું સામે આવ્યું છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ પોલીસ પાસેથી માહિતી મળી રહી છે. પોલીસ મહારાષ્ટ્રથી બન્ને આરોપીને લઈ અમદાવાદ આવવા નિકળી ગઇ છે.
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓની શારીરિક તપાસના વીડિયો છૂપી રીતે શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાયા હતા. જેની જાણ થતાં જ ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો લીક કરનારાઓએ સોશિયલ મીડિયામાં યુટ્યૂબ તથા ટેલિગ્રામ પર ચેનલ બનાવીને વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં યુટ્યૂબ પર 7 વીડિયો પોસ્ટ કર્યા હતા તથા વધુ વીડિયો જોવા માટે ટેલિગ્રામ ચેનલની લિન્ક મૂકવામાં આવી હતી અને એ ટેલિગ્રામ ચેનલ પર મહિલા દર્દીઓના ચેકઅપના 30 જેટલા વીડિયો પોસ્ટ કરાયા હતા. નવાઇની વાત એ છે કે આ વીડિયો ડાઉનલોડ કરવા માટે 8થી 10 હજાર રૂપિયા સુધીની કિંમત નક્કી કરવામાં આવી હતી અને પૈસા ખર્ચીને 5 લાખથી વધારે લોકોએ મહિલા દર્દીઓના વીડિયો નિહાળ્યા હતા.
પાયલ હોસ્પિટલના વીડિયો અપલોડ કરવા માટે આ શખ્સોએ ખાસ એક યુટ્યૂબ ચેનલ બનાવી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આ ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદ થયાના ગણતરીની કલાકોમાં યુટ્યૂબ અને ટેલિગ્રામની ચેનલ દૂર કરી દેવામાં આવી છે.
પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે પાયલ મેટરનિટી હોસ્પિટલના લેબર રૂમના જે વીડિયો વાઇરલ થયા છે એ તમામ સાત વીડિયો ડિસેમ્બર મહિનાના ત્રણ દિવસની અંદરના છે, જોકે યુટ્યૂબ પર એને અપલોડ અલગ-અલગ દિવસે કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ ટીમ તાત્કાલિક પાયલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે પાયલ હોસ્પિટલના ડિરેક્ટર સંજય દેસાઈ અને અન્ય તમામ તબીબી સ્ટાફ ઉપરાંત એડમિન ડિપાર્ટમેન્ટનાં નિવેદન નોંધી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું સર્વર તેમજ ડીવીઆર ઇન્ટરનેટ સાથે કનેક્ટ હતું કે કેમ? લોગઇન આઈડી પાસવર્ડ કોની કોની પાસે રહેલા છે, ડીવીઆરમાંથી ડેટા કોપીના રાઈટ કોની કોની પાસે છે, દર્દીના એક્ઝામિન રૂમમાં સીસીટીવી કેમેરો ક્યારે અને કોના કહેવાથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યો સહિતની દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
જો કે હોસ્પિટલના સંચાલિકા પ્રતિક્ષા દેસાઇએ કહ્યું કે બે મહિના પહેલાં હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઇ હતી. એ બાદ પાસવર્ડ રિસેટ કરવામાં આવ્યા હતા, આ સમયે અમારા કેમેરાનો કન્ટ્રોલ હેક થયો હોય એવી શંકા છે. ગઇકાલે ઘટના બની પછી બીજું કાંઇ રેકોર્ડ ન થાય એ માટે એડમિન સ્ટાફે આ કેમેરો દૂર કરી દીધો હતો. અમે તપાસમાં પોલીસને પૂરો સહયોગ આપીશું. જો હોસ્પિટલની પણ કોઇ વ્યક્તિની સંડોવણી હશે તો અમે કાર્યવાહી કરીશું. છેલ્લાં 6 વર્ષથી આ સ્થળ પર અમારી હોસ્પિટલ કાર્યરત છે. બેડ ઉપર જે કેમેરો લગાડવામાં આવ્યો છે એનું ફુટેજ કોઇ જગ્યાએ ડિસ્પ્લે થતું ન હોવાનો હોસ્પિટલનો દાવો છે.
હવે આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચના અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડ્યા છે અને તપાસ ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. પોલીસ તપાસમાં ટેલિગ્રામ એપ માટે સબસ્ક્રિપ્શન લેનાર એડમીનની પણ ઓળખ થઇ છે. પોલીસે મહારાષ્ટ્રમાંથી બે શખ્સોની કરવામાં ધરપકડ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!