સુરતના ખંડણીખોરોનો પોલીસે વરઘોડો કાઢી જાહેરમાં માફી મંગાવી
એલર્ટ ન્યૂઝના શેખ મો.સાકીર શબ્બીર મીયાં શેખે પાલિકાના મહિલા કર્મી પાસે ખંડણી માગીને છેડતી કરી

એલર્ટ ન્યૂઝના શેખ મો.સાકીર શબ્બીર મીયાં શેખે પાલિકાના મહિલા કર્મી પાસે ખંડણી માગીને છેડતી કરી

એલર્ટ ન્યૂઝના શેખ મો.સાકીર શબ્બીર મીયાં શેખે પાલિકાના મહિલા કર્મી પાસે ખંડણી માગીને છેડતી કરી
સુરતમાં આરટીઆઇના અધિકારીનો દુરપયોગ કરીમને ખંડણી ઉઘરાવનાર એલર્ટ ન્યુઝના ખંડણીખોરને પોલીસે ઝડપી લીઇ તેનો વરઘોડો કાઢી તેને પાઠ ભણાવ્યો હતો. પોલીસ ખંડણીખોરનો વરઘોડો કાઢીને સેન્ટ્રલ ઝોનમાં ફેરવ્યો હતો. એલર્ટ ન્યૂઝના આ શખ્સ શેખ મો.સાકીર શબ્બીર મીયાં શેખે પાલિકાના મહિલા કર્મી પાસે ખંડણી માગીને છેડતી કરી હોવાની ફરિયાદ મહિલા કર્મચારીએ પોલીસમાં નોધાવી હતી. સાકીર મહિલા કર્મી વિરૂદ્ધ એલફેલ વાતો કરી બદનામ કરતો હતો. આ પોલીસે બિલ્ડરને ધમકાવતા મુસ્તાક બેગની પણ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
સુરત પોલીસે ખંડણીખોરને બરાબરનો પાઠ ભણાવ્યો છે અને એલર્ટ ન્યૂઝના શેખ મો.સાકીર શબ્બીર મીયાં શેખને ખંડણી અને છેડતીના ગુનામાં ઝડપી લઇ તેનો વરઘોડો કાઢી સેન્ટ્રલ ઝોનમાં ફેરવ્યો હતો. સાકીર પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલિંગથી રંઝાડતો હતો RTI ની આડમાં અધિકારીઓ અને બિલ્ડરોને રંજાડતા ખંડણીખોરો સામે સુરતની લાલગેટ પોલીસે બે સામે ગુનો નોંધ્યો છે. સુરત મહાનગરપાલિકાના મહિલા કર્મીએ સાકીર સામે ખંડણી-છેડતીની ફરિયાદ આપતા કડક એક્શન લેવાયા છે. પોલીસે સાકીરને આખા ઝોનમાં ફેરવી સ્ટાફની માફી મંગાવી હતી.
ઉપરાંત સુરતના બિલ્ડરને ધમકાવતા મુસ્તાક બેગની પણ ગુનો નોંધી ધરપકડ કરાઇ છે. નાનપુરાના બિલ્ડરને બ્લેકમેલ કરી ખંડણી માંગતા મુસ્તાક હુસેન બેગ સામે ફરિયાદ કરવામાં આવી.મુસ્તાક બેગે બિલ્ડર પાસેથી ₹50,000 ની ખંડણી માંગતા પોલીસ એક્શનમાં આવી અને તેને ઝડપી લેવામાં આવ્યો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!