ગેમ્બલિંગ એપ કેસમાં EDની અમદાવાદ ઓફિસમાં 2 અભિનેત્રીની પૂછપરછ
મલ્લિકા શેરાવત અને પૂજા બેનર્જીનું EDની અમદાવાદ ઓફિસમાં નિવેદન નોંધવામાં આવ્યું

ગેમ્બલિંગ એપ કેસમાં EDની અમદાવાદ ઓફિસમાં 2 અભિનેત્રીની પૂછપરછ

ગેમ્બલિંગ એપ કેસમાં EDની અમદાવાદ ઓફિસમાં 2 અભિનેત્રીની પૂછપરછ
ગેમ્બલિંગ એપમાં બ્રાન્ડિંગ કરનારી બોલિવુડની 2 અભિનેત્રીઓ હવે EDની રડારમાં આવી ગઇ છે અને બંને અભિનેત્રીઓએ EDની અમદાવાદ ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવવું પ્ડયું છે. મલ્લિકા શેરાવત અને પૂજા બેનર્જીનું EDની અમદાવાદ ઓફિસમાં નિવેદન નોંધવામાં આવ્યું છે.
મળેલી માહિતી મુજબ મલ્લિકા શેરાવત અને પૂજા બેનર્જીએ મેજિક વિન ગેમ્બલિંગ એપ નામની સટ્ટાબાજી સંબંધિત એપ માટે બંને સ્ટાર્સે બ્રાન્ડિંગ કર્યુ હતું અને હવે આ મામલે બંનેના નિવેદન નોંધવામાં આવ્યા છે , જેને કારણે હાલ બંને અભિનેત્રીઓની મુશ્કેલી વધી ગઇ છે.
સુત્રોએ કહ્યું કે મેજિક વિન ગેમ્બલિંગ એપ નામની સટ્ટાબાજી સંબંધિત એપ માટે તપાસ ચાલી રહી છે જેમાં બોલિવુડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે ગયા અઠવાડિયે EDની અમદાવાદ ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેણે ઈ-મેલ દ્વારા પોતાનો જવાબ રજૂ કર્યો હતો જ્યારે પૂજા બેનર્જીએ રૂબરૂ આવીને તપાસ અધિકારી સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. તેની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મનાઇ રહ્યું છે કે આ બંને અભિનેત્રીઓએ 'મેજિકવિન'ને લગતી કેટલીક પ્રમોશનલ એક્ટિવિટીઝ કરી છે. તપાસ એજન્સી આ કેસમાં વધુ કેટલાક અભિનેતાઓ અને સેલિબ્રિટીઓની પૂછપરછ કરી શકે છે તેમ જાણવા મળ્યું છે. આ પહેલા ED એ પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પોર્ટલ માટે આયોજિત 'લૉન્ચ પાર્ટી' તેની તપાસ હેઠળ છે, જેમાં અનેક સેલિબ્રિટી એ હાજરી આપી હતી અને 'મેજિકવિન'ને સમર્થન આપ્યું હતું.
મળેલી માહિતી મુજબ કેટલીક સેલિબ્રિટીઓએ મેજિકવિન માટે વિડિયો અને ફોટો શૂટ પણ કર્યા હતા અને તેના પ્રમોશન માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે મની લોન્ડરિંગનો કેસ ગુજરાતમાં અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પર આધારિત છે. મેજિકવિન એક સટ્ટાબાજીની વેબસાઇટ છે અને તે પાકિસ્તાની નાગરિકોની વાસ્તવિક માલિકીની છે. તપાસ એજન્સીએ કહ્યું કે આ વેબસાઈટ મોટાભાગે દુબઈમાં કામ કરતા અથવા સ્થાયી થયેલા ભારતીય નાગરિકો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!