વિસનગર શહેરમાં 15 વર્ષની સગીરા પર નરાધમોનો ગેંગરેપ
6 નરાધમોએ અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યુ

વિસનગર પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી, બે દિવસ સગીરાને ગોંધી રાખી હતી

વિસનગર પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી, બે દિવસ સગીરાને ગોંધી રાખી હતી
મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માનવતાને લજવનારી ઘટનામાં 15 વર્ષની એક સગીરા પર 6 જેટલા નરાધમોએ અલગ-અલગ સ્થળોએ લઈ જઈને વારાફરતી સામૂહિક બળાત્કાર (દુષ્કર્મ) ગુજાર્યો છે. સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તમામ નરાધમોની ધરપકડ કરી છે. ગેંગરેપની ઘટનાથી વિસનગર પંથકમાં ચકચાર મચી છે.
વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 4 ઓક્ટોબર, શનિવારની રાત્રે સગીરાનું અપહરણ કરીને સોમવાર સુધી સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 4 ઓક્ટોબરની રાત્રે અંદાજે 9:30 વાગ્યે સગીરા ચાલવા નીકળી હતી ત્યારે વિજય ઠાકોર અને પવન ઠાકોર નામના બે શખ્સો તેને સેવાલિયા રોડ પર સૂમસામ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમયે રાજ ઠાકોર અને અન્ય એક શખ્સે પણ દુષ્કર્મ કર્યુ હતું.
દુષ્કર્મ કરી સગીરાને શહેરના ટાવર પાસે ઉતારી દેવામાં આવી હતી. ટાવર પાસેથી સગીરા ઘરે જવા નીકળી ત્યારે સોહમ ઠાકોર તેને એક્ટિવા પર બેસાડીને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો હતો. ત્યાં પવન ઠાકોર અને રાજ ઠાકોરે ફરીથી દુષ્કર્મ કર્યુ હતું.
ત્યારબાદ સોહમ ઠાકોર સગીરાને મોડી રાત્રે ઉતારીને જતો રહ્યો. સગીર આદર્શ સ્કૂલ તરફ ચાલીને જતી હતી ત્યારે પ્રકાશ મોદી અને અન્ય એક નરાધમ તેને ઘરે મૂકવાના બહાને લઈ ગયા હતા. રસ્તામાં એક શખ્સે ઊતરી ગયા બાદ પ્રકાશ મોદી તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને સોમવાર સુધી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.
છેલ્લા બે દિવસથી દીકરી ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. સગીરા સોમવારે ઘરે પરત ફરતાં પરિવારજનો અને પોલીસે પૂછપરછ કરી હતી. મંગળવારે મોડી રાત્રે સગીરાએ સમગ્ર હકીકત જણાવતાં પોલીસ સહિત પરિવારજનો ચોંકી ગયા હતા.
સગીરાની હિંમતભરી ફરિયાદના આધારે વિસનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પાંચ નામજોગ વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી તેમજ એક અજાણ્યા શખ્સ સહિત 6 નરાધમો વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સામુહિક દુષ્કર્મની ઘટનાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરતાં લોકો નરાધમો ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. સામુહિક દુષ્કર્મ કરનાર આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી નાગરિકોએ માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!