ગુજરાતના બહુચર્ચિત BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં 10મો આરોપી ઝડપાયો
સીઆઈડી ક્રાઈમે મોડાસાના શિક્ષક વિનોદ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

ગુજરાતના બહુચર્ચિત BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં 10મો આરોપી ઝડપાયો

ગુજરાતના બહુચર્ચિત BZ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં 10મો આરોપી ઝડપાયો
ગુજરાતના બહુચર્ચિત બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરે 10માં આરોપીને ઝડપી પાડ્યો છે. મોડાસાની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિનોદ ધર્માભાઈ પટેલની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપી આચાર્યએ બીઝેડ કંપનીની ફ્રેન્ચાઈઝી લઈ 1300 રોકાણકારોને રૂપિયા 70 કરોડનું રોકાણ કરાવી 1 કરોડ રૂપિયાનું કમિશન મેળવ્યાની કબૂલાત કરી છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બીઝેડ કંપનીના સીઈઓ ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલાએ રોકાણકારોને ઉંચુ વળતર આપવાની લોભામણી લાલચ આપી 422 કરોડનું રોકાણ મેળવ્યુ હતુ. રોકાણકારોને 7 થી 18 ટકા વ્યાજ, વળતર અને બોનસ આપવાની લાલચ આપ્યા બાદ 6866 રોકાણકારોના 172 કરોડ રૂપિયા પરત આપ્યા નથી. આ મામલે સીઆઈડી ક્રાઈમમાં 27 નવેમ્બર 2024ના રોજ ફરિયાદ નોંધાયા બાદ મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગરના એસપી હિમાંશુ વર્માએ બેનિફિટ ન્યૂઝને જણાવ્યુ હતુ કે, બીઝેડ સ્કીમ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ છે કે, તેણે ભારતીય રિઝર્વ બેન્કની મંજૂરી વગર વેબસાઈટ બનાવીને ગેરકાયદે 11,232 રોકાણકારો પાસેથી કુલ 422,96,41,575 રૂપિયા ઉઘરાવ્યા હતા. આ પૈકી 6,866 રોકાણકારોના કુલ રૂપિયા 172,59,68,806 આજદિન સુધી પરત કર્યા નથી. આ મામલે અત્યાર સુધી 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ ગુનાના કામે મોડાસાની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા વિનોદ ધર્માભાઈ પટેલની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી શિક્ષકે બીઝેડ ફાઈનાન્સિયલ સર્વિસ મોડાસાની ફ્રેન્ચાઈઝી લીધેલી છે. આ ફ્રેન્ચાઈઝીમાં આરોપી શિક્ષકે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નિવૃત અને હાલમાં ફરજ બજાવતા અનેક શિક્ષકો પાસે રોકાણ કરાવ્યુ છે. આરોપી શિક્ષક વિનોદ પટેલની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે, તેણે 1300 રોકાણકારો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યુ છે. આ રોકાણ કરાવવા બદલ તેને 1 કરોડ રૂપિયાનું કમિશન પણ મેળવ્યુ છે.
વિનોદ પટેલની પૂછપરછ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લીના અનેક શિક્ષકોના આ કૌભાંડમાં નામ ખૂલે તેમ હોવાથી શિક્ષકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. બીઝેડ કૌભાંડમાં યોગ્ય તપાસ થાય તો એજન્ટ તરીકે ઘણાં શિક્ષકોના નામ ખૂલે તેમ છે અને તેના આધારે રોકાણનો મોટો આંકડો બહાર આવી શકે તેમ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!