આંગડિયા-જ્વેલર્સમાં લૂંટ કરવા પંજાબથી આવેલા 4 ઝડપાયા
ક્રાઇમ બ્રાંચે ચારેય પાસેથી બે પિસ્તોલ, 5 કારતૂસ કબજે કર્યા માણેકચોકમાં આવેલી પેઢીઓની રેકી કરી કાવતરું ઘડ્યું હતું

લૂંટ કરવા પંજાબથી આવેલા 4 ઝડપાયા

લૂંટ કરવા પંજાબથી આવેલા 4 ઝડપાયા
શહેરની આંગડિયા પેઢી અને જ્વેલર્સમાં ઘૂસી ગોળીબાર કરી લૂંટ કરવા પંજાબના અમૃતસરથી આવેલી ટોળકીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી 2 પિસ્તોલ, 5 કારતૂસ અને 1 છરો કબજે કર્યા હતા.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ આઈ.એન. ઘાસુરાને મળેલી બાતમીના આધારે સરખેજ સનાથલ સર્કલ પાસેથી હથિયારો સાથે 4 આરોપીને ઝડપી લેવાયા હતા. જેમાં ગગનદીપસિંગ રંઘાવા, રનજોધસિંગ બદેસા, મનપ્રિતસિંગ બટ્ટી અને પ્રભજોતસિંગ બટ્ટીનો સમાવેશ થાય છે. ચારેયની અંગ ઝડતી કરતા તેમની પાસેથી 2 ઓટોમેટિક પિસ્તોલ, 5 કારતૂસ અને 1 છરો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાંથી ગગનદીપસિંગ અગાઉ પંજાબમાં ખૂનની કોશિષ, મારા મારી, ચોરી, ડ્રગ્સ, મોબાઈલ સ્નેચીંગ સહિતના 7 ગુનામાં પકડાઈ ચૂકયો હતો. પોલીસનું કહેવુ છે કે માનપ્રિતસિંગ અને પ્રભજોતસિંગ અગાઉ અમદાવાદમાં નોકરી કરતા હતા. જેથી તે બંને અમદાવાદથી માહિતગાર હતા.
ગગનદીપ અમદાવાદમાં આંગડિયા પેઢી અને જ્વેલર્સમાં ઘૂસી ગોળીબાર કરી લૂંટ કરવા માટે અન્ય 3 આરોપીઓને લઈને આવ્યો હતો. આ ચારેય જણાંએ અમદાવાદમાં આવીને માણેકચોક તેમજ અન્ય જ્વેલર્સ તેમજ આંગડિયા પેઢીની રેકી કરી હતી. પરંતુ કઈ જગ્યાએ લૂંટ કરવાના હતા તેની માહિતી પોલીસે આપી ન હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!