માઈક્રોસોફ્ટમાં ભારતનો દબદબો: આશા શર્મા ગેમિંગ CEO
AI ના નામે ક્વોલિટી સાથે બાંધછોડ નહીં: માઈક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO નો હુમલો

આશા શર્મા માઈક્રોસોફ્ટની ગેમિંગ CEO

આશા શર્મા માઈક્રોસોફ્ટની ગેમિંગ CEO
વૈશ્વિક ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે શુક્રવારે એક ઐતિહાસિક જાહેરાત કરતા ભારતીય મૂળના આશા શર્માને તેના ગેમિંગ વિભાગ (Xbox)ના નવા સીઈઓ (CEO) તરીકે નિયુક્ત કર્યા છે.
આશા શર્મા છેલ્લા 38 વર્ષથી માઈક્રોસોફ્ટ સાથે જોડાયેલા અને ગેમિંગના દિગ્ગજ ફિલ સ્પેન્સરની જગ્યા લેશે. સત્ય નડેલાના નેતૃત્વમાં માઈક્રોસોફ્ટના સી-સૂઈટ (C-suite) માં વધુ એક ભારતીય ચહેરાનો ઉમેરો થયો છે.
કોણ છે આશા શર્મા?
આશા શર્મા માઈક્રોસોફ્ટમાં જોડાતા પહેલા ટેક જગતમાં મોટું નામ ધરાવે છે
અગાઉની ભૂમિકા: તેઓ માઈક્રોસોફ્ટમાં જ 'Core AI' પ્રોડક્ટના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા, જ્યાં તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Instacart: માઈક્રોસોફ્ટ પહેલા તેઓ 'Instacart' માં ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) હતા અને કંપનીના IPO લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Meta (Facebook): વર્ષ 2017થી 2021 દરમિયાન તેઓ મેટામાં વાઈસ પ્રેસિડેન્ટ હતા, જ્યાં તેમણે મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ જેવી પ્રોડક્ટ્સનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે અમેરિકાની મિનેસોટા યુનિવર્સિટીમાંથી બિઝનેસમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
નવી જવાબદારી સંભાળતા જ આશા શર્માએ ગેમિંગ જગતને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, "અમે માત્ર ટૂંકા ગાળાના નફા માટે એઆઈ (AI) નો પૂર લાવવા માંગતા નથી. ગેમ્સ હંમેશા માનવીઓ દ્વારા સર્જાયેલી એક કલા રહેશે." તેમણે એક્સબોક્સ (Xbox) ના ચાહકોને ખાતરી આપી કે કંપની નવા આઈડિયા અને આઈકોનિક ફ્રેન્ચાઈઝીમાં વધુ રોકાણ કરશે.
આશા શર્માની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે માઈક્રોસોફ્ટ ગેમિંગ વિભાગ ટેરિફ અને વધતા ખર્ચના દબાણ સામે ઝઝૂમી રહ્યું છે.
સત્ય નડેલાએ આશા શર્મા પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "પ્લેટફોર્મ બનાવવા અને વૈશ્વિક સ્તરે બિઝનેસ વધારવાનો તેમનો અનુભવ માઈક્રોસોફ્ટ ગેમિંગને નવા યુગમાં લઈ જશે."
આશા શર્મા હવે સીધા સત્ય નડેલાને રિપોર્ટ કરશે, જે ભારતીય ટેલેન્ટનો વૈશ્વિક સ્તરે વધતો પ્રભાવ દર્શાવે છે.

AI પ્રોજેક્ટ્સમાં તેજી આવતા જ TCSએ મધ્યમ અને સીનિયર લેવલે વધાર્યું પેઆઉટ, અપાશે 100% બોનસ

ક્વિક કોમર્સમાં Blinkit એ રચ્યો ઇતિહાસ- Q3 માં કંપનીનો નફો 73% વધીને ₹102 કરોડ થયો..

95% આવક ગુમાવ્યા બાદ Dream11નો મોટો નિર્ણય; હવે 'સેકન્ડ-સ્ક્રીન' સ્પોર્ટ્સ પ્લેટફોર્મ..