AI બૂમ સામે TCSમાં બે વર્ષ બાદ પેઆઉટમાં ઉછાળો
AI પ્રોજેક્ટ્સમાં તેજી આવતા જ TCSએ મધ્યમ અને સીનિયર લેવલે વધાર્યું પેઆઉટ, અપાશે 100% બોનસ

TCSએ વધાર્યું પેઆઉટ લેવલ

TCSએ વધાર્યું પેઆઉટ લેવલ
ભારતીય આઈટી ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલી રહેલી સુસ્તી હવે દૂર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારતની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ તેના મધ્યમથી વરિષ્ઠ સ્તરના કર્મચારીઓ માટે ક્વાર્ટરલી વેરિએબલ પેઆઉટ વધારીને 80 ટકા કરી દીધું છે.
છેલ્લા બે વર્ષથી આ પેઆઉટ માત્ર 20થી 50 ટકાની વચ્ચે જ મર્યાદિત રહ્યું હતું, જે હવે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં મોટો ઉછાળો દર્શાવે છે.
AIનો સીધો ફાયદો કર્મચારીઓને
TCS દ્વારા વેરિએબલ પેમાં કરવામાં આવેલા આ વધારા પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે મળેલી સફળતા મુખ્ય કારણ છે. કંપનીએ તાજેતરમાં જ વાર્ષિક ધોરણે 1.8 અબજ ડોલરની AI રેવન્યુ મેળવી છે અને અત્યાર સુધીમાં 5,000થી વધુ AI પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
મેનેજમેન્ટ 2026 માં ડિમાન્ડમાં રિકવરી આવવાની આશા સાથે ઉત્સાહિત છે, જેની સીધી અસર કર્મચારીઓના ખિસ્સા પર જોવા મળી રહી છે.
અન્ય કંપનીઓમાં પણ બોનસની વણઝાર
Infosys: ઈન્ફોસિસ દ્વારા પણ ડિસેમ્બર ક્વાર્ટર માટે સરેરાશ 85 ટકા પરફોર્મન્સ બોનસ જાહેર કરાયું છે, જે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
Cognizant: કોગ્નિઝન્ટ તેના કર્મચારીઓને વર્ષ 2025 માટે 100 ટકા બોનસ આપવાની તૈયારીમાં છે, કારણ કે કંપનીએ નિર્ધારિત લક્ષ્યાંક સમય કરતા બે વર્ષ વહેલો હાંસલ કર્યો છે.
અત્યાર સુધી TCS માં જુનિયર કર્મચારીઓને 100 ટકા વેરિએબલ મળતું હતું, પરંતુ મધ્યમ અને સીનિયર મેનેજમેન્ટના કાપને કારણે અસંતોષ હતો.
હવે 80 ટકા સુધીના વધારા સાથે કર્મચારીઓને તેમની ઓફર લેટરમાં દર્શાવેલા વેરિએબલ કોમ્પોનન્ટની નજીકની રકમ મળી રહી છે. કેટલાક કર્મચારીઓએ પુષ્ટિ કરી છે કે તેમને જાન્યુઆરી મહિનામાં જ આ વધારાનું પેઆઉટ મળી ચૂક્યું છે.
આઈટી સ્ટોક્સ પરના દબાણ વચ્ચે પણ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત સૂચવે છે કે ટેકનોલોજી સેક્ટર ફરી બેઠું થઈ રહ્યું છે. ખાસ કરીને AI આધારિત કામગીરીમાં થયેલો વિકાસ આઈટી ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે ઉજળી તકો અને આર્થિક લાભ લઈને આવ્યો છે.

AI ના નામે ક્વોલિટી સાથે બાંધછોડ નહીં: માઈક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO નો હુમલો

ક્વિક કોમર્સમાં Blinkit એ રચ્યો ઇતિહાસ- Q3 માં કંપનીનો નફો 73% વધીને ₹102 કરોડ થયો..

95% આવક ગુમાવ્યા બાદ Dream11નો મોટો નિર્ણય; હવે 'સેકન્ડ-સ્ક્રીન' સ્પોર્ટ્સ પ્લેટફોર્મ..