Dream11નું પ્લેટફોર્મ ગેમિંગમાંથી મનોરંજન બન્યું
95% આવક ગુમાવ્યા બાદ Dream11નો મોટો નિર્ણય; હવે 'સેકન્ડ-સ્ક્રીન' સ્પોર્ટ્સ પ્લેટફોર્મ..

Dream11નું પ્લેટફોર્મ ગેમિંગમાંથી મનોરંજન બન્યું

Dream11નું પ્લેટફોર્મ ગેમિંગમાંથી મનોરંજન બન્યું
સ્પોર્ટ્સ ટેક ક્ષેત્રની અગ્રણી કંપની Dream Sportsએ 4 ડિસેમ્બરના રોજ તેની લોકપ્રિય એપ Dream11નું નવું અને પરિવર્તિત સંસ્કરણ રજૂ કર્યું છે. કંપની હવે પોતાને માત્ર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ પૂરતું સીમિત ન રાખતા તેને સ્પોર્ટ્સ ચાહકો માટેનું એક 'હૅન્ગઆઉટ સ્પોટ' બનાવી રહી છે, જે કન્ટેન્ટ ક્રિએટર્સ અને લાઇવસ્ટ્રીમર્સની આસપાસ કેન્દ્રિત હશે.
Dream Sportsના સહ-સ્થાપક અને CEO હર્ષ જૈને આ જાહેરાત કરતાં કહ્યું કે, "અમે હવે એક 'સેકન્ડ-સ્ક્રીન સ્પોર્ટ્સ એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મ' છીએ.Dream11 હંમેશા તમારી મૂવી માટે પૉપકોર્ન બની રહેશે." આ પરિવર્તન એવા સમયે આવ્યું છે જ્યારે ઓનલાઈન ગેમિંગ કાયદાના અમલ બાદ Dream11 એ તેના તમામ પેઇડ કોન્ટેસ્ટ બંધ કરી દીધા હતા, જે કંપનીની 95% આવક અને સંપૂર્ણ નફામાં મોટો ફાળો આપતા હતા.
મેચ જોવાના અનુભવને સોશિયલ બનાવવાનો હેતુ
હર્ષ જૈનનું કહેવું છે કે, ક્રિકેટ કે અન્ય રમત જોતી વખતે ચાહકો હંમેશા મિત્રો સાથે વાતો કરવા માંગે છે, પરંતુ સમયના અભાવે તે શક્ય બનતું નથી. નવી Dream11 એપ આ એકલતાને દૂર કરીને ચાહકોને 'રૂમમાં મિત્રો હોય' તેવો અનુભવ આપશે.
નવી એપમાં યુઝર્સ હવે અગ્રણી ક્રિએટર્સ દ્વારા થતા મેચના લાઇવસ્ટ્રીમ 'વૉચ-અલોન્ગ' જોઈ શકશે, જ્યાં ક્રિએટર્સ ઝડપી આંતરદૃષ્ટિ, મેચના આંકડા અને મુખ્ય પળોનું વિશ્લેષણ કરશે. યુઝર્સ ચેટ્સ અને રિએક્શન્સ દ્વારા લાઇવસ્ટ્રીમર્સ સાથે જોડાઈ શકશે. Dream11એ શરૂઆતમાં 25 ક્રિએટર્સને પ્લેટફોર્મ પર લાવ્યા છે અને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ ક્રિએટર્સને ઉમેરશે.
DreamBucks- નવું મોડેલ
કંપનીએ તેના લૉયલ્ટી પ્રોગ્રામને 'DreamBucks' તરીકે અપગ્રેડ કર્યો છે. યુઝર્સ લાઇવસ્ટ્રીમ જોઇને DreamBucks કમાઇ શકશે. આ આવકનો મોટો હિસ્સો ક્રિએટર્સને જશે, જ્યારે Dream11 એક નાનો હિસ્સો પ્લેટફોર્મ ફી તરીકે લેશે. કંપનીનું મોનેટાઇઝેશન મોડેલ હવે મુખ્યત્વે જાહેરાતો અને પ્રાયોજકો પર આધારિત છે. Dream11એ Swiggy, Astrotalk અને Tata Neu જેવી બ્રાન્ડ્સને જાહેરાતકર્તા તરીકે ઓનબોર્ડ કરી છે.
ઓગસ્ટમાં Dream11એ તેના બિઝનેસ મોડેલને 'ફ્રી-ટુ-પ્લે'માં બદલી નાખ્યું હતું, અને સપ્ટેમ્બરમાં તેણે 10 મિલિયન દૈનિક સક્રિય ખેલાડીઓ નોંધાવ્યા હતા. ઓક્ટોબરમાં કંપનીએ યુએસ, યુકે, ઑસ્ટ્રેલિયા અને યુએઈ સહિત 11 દેશોમાં 'ફ્રી-ટુ-પ્લે' પ્લેટફોર્મ લોન્ચ કરીને આંતરરાષ્ટ્રીય વિસ્તરણ પણ શરૂ કર્યું છે.
નવું ક્રિએટર-કેન્દ્રિત અપડેટ યુઝર્સને મેચ દરમિયાન પ્લેટફોર્મ પર જોડી રાખવામાં મદદ કરશે, જે અગાઉ યુઝર એક્ટિવિટીમાં આવતા ઘટાડાને અટકાવશે. Dream11 આ રીતે ગેમિંગથી દૂર થઈને સ્પોર્ટ્સ મનોરંજનના વિશાળ બજારમાં પોતાની નવી ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

AI ના નામે ક્વોલિટી સાથે બાંધછોડ નહીં: માઈક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO નો હુમલો

AI પ્રોજેક્ટ્સમાં તેજી આવતા જ TCSએ મધ્યમ અને સીનિયર લેવલે વધાર્યું પેઆઉટ, અપાશે 100% બોનસ

ક્વિક કોમર્સમાં Blinkit એ રચ્યો ઇતિહાસ- Q3 માં કંપનીનો નફો 73% વધીને ₹102 કરોડ થયો..