દીપિંદર ગોયલે Zomatoને કર્યું અલવિદા?
ક્વિક કોમર્સમાં Blinkit એ રચ્યો ઇતિહાસ- Q3 માં કંપનીનો નફો 73% વધીને ₹102 કરોડ થયો..

દીપિંદર ગોયલ

દીપિંદર ગોયલ
Eternal Limited, અગાઉ Zomato તરીકે ઓળખાતી કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિક (Q3 FY26) માટે મજબૂત નાણાકીય પરિણામ જાહેર કર્યા છે. Q3ના પરિણામો જાહેર કર્યા બાદ કંપનીએ એક મહત્વપૂર્ણ જાહેરાત પર કરી દીધી છે. Eternalના સ્થાપક અને ગ્રુપ CEO દીપિંદર ગોયલે પદ પરથી રાજીનામું આપ્યું છે. અને હવે કોણ CEOનું પદ સંભાળશે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિક (Q3 FY26) માટે મજબૂત નાણાકીય પરિણામ જાહેર કર્યા છે. કંપનીનો નફો વર્ષદર વર્ષ 73 ટકાના ઉછાળ સાથે ₹102 કરોડ સુધી પહોંચ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીએ ₹59 કરોડનો નફો નોંધાવ્યો હતો.
કંપનીની ઓપરેશન્સમાંથી આવકમાં પણ મોટો વધારો નોંધાયો છે. Q3 દરમિયાન આવક ₹16,315 કરોડ રહી, જે ગયા નાણાકીય વર્ષની સમાન ત્રિમાસિકમાં ₹5,405 કરોડ હતી. આ વૃદ્ધિનું મુખ્ય કારણ ક્વિક કોમર્સ બિઝનેસમાં ઇન્વેન્ટરી ઓનરશિપ મોડેલ અપનાવવાનું રહ્યું છે.
આ ત્રિમાસિકમાં કંપનીનો એડજસ્ટેડ EBITDA ₹364 કરોડ રહ્યો, જેમાં વર્ષદર વર્ષ 28 ટકાનો વધારો થયો છે. EBITDA માર્જિન આશરે 2.2 ટકા રહ્યો.
CEO દીપિંદર ગોયલે પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે 1 ફેબ્રુઆરી 2026થી Blinkitના વર્તમાન CEO અલ્બિન્દર ધિન્ડસાને ગ્રુપ CEO તરીકે જવાબદારી સોંપવામાં આવશે. દીપિંદર ગોયલ હવે બોર્ડ પર વાઈસ ચેરમેનની ભૂમિકા સંભાળશે, જે શેરહોલ્ડરોની મંજૂરી પર આધારિત રહેશે.
An important update on leadership changes at Eternal. pic.twitter.com/CALn2QQFWE
— Deepinder Goyal (@deepigoyal) January 21, 2026
શેરહોલ્ડરોને લખેલા પત્રમાં ગોયલે જણાવ્યું કે તેઓ હવે જાહેર કંપનીની બહાર નવી અને વધુ જોખમી વિચારો પર કામ કરવા માંગે છે. તેમના જણાવ્યા મુજબ, દૈનિક વ્યવસાયિક નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી હવે અલ્બિન્દર ધિન્ડસા સંભાળશે.
આ ત્રિમાસિક Blinkit માટે પણ માઇલસ્ટોન સાબિત થયું છે. કંપનીની ક્વિક કોમર્સ યુનિટ Blinkitએ પ્રથમવાર EBITDA સ્તરે નફો નોંધાવ્યો છે. Blinkitને ₹4 કરોડનો નફો થયો છે, જ્યારે અગાઉના ત્રિમાસિકમાં ₹156 કરોડનું નુકસાન થયું હતું.

AI ના નામે ક્વોલિટી સાથે બાંધછોડ નહીં: માઈક્રોસોફ્ટ ગેમિંગના નવા CEO નો હુમલો

AI પ્રોજેક્ટ્સમાં તેજી આવતા જ TCSએ મધ્યમ અને સીનિયર લેવલે વધાર્યું પેઆઉટ, અપાશે 100% બોનસ

95% આવક ગુમાવ્યા બાદ Dream11નો મોટો નિર્ણય; હવે 'સેકન્ડ-સ્ક્રીન' સ્પોર્ટ્સ પ્લેટફોર્મ..