₹10 લાખ કરોડનું ધોવાણ! Sensex-Niftyમાં મોટો કડાકો, આખરે શેરબજાર કેમ તૂટ્યું?
Sensex 1,100થી વધુ પોઈન્ટ તૂટ્યો, Nifty 22,222ની આસપાસ પહોંચ્યો અને રોકાણકારોમાં ચિંતા વધી ગઈ!

શેરબજારમાં કડાકો, રોકાણકારોના ₹10 લાખ કરોડ ધોવાયા

શેરબજારમાં કડાકો, રોકાણકારોના ₹10 લાખ કરોડ ધોવાયા
Stock Market Crash Impact: ભારતીય શેરબજારમાં આજે, ગુરુવાર 8 ઓક્ટોબર 2026ના રોજ ભારે વેચવાલી જોવા મળી રહી છે. બપોરે 1:40 વાગ્યાની આસપાસ BSE Sensex 1,100થી વધુ પોઈન્ટ ઘટીને 71,500ની નીચે પહોંચી ગયો હતો. બીજી તરફ NSE Nifty 50માં 380 પોઈન્ટ એટલે કે 1.68 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને નિફ્ટી 22,222ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડાની સીધી અસર રોકાણકારોની સંપત્તિ પર પડી છે. માત્ર થોડા કલાકોમાં BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં અંદાજે ₹10 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.
થોડા કલાકોમાં ₹10 લાખ કરોડનું નુકસાન
ગુરુવારે બજાર ખુલ્યું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ₹4.71 લાખ કરોડ હતું. બપોર સુધીમાં તે ઘટીને લગભગ ₹4.62 લાખ કરોડ થઈ ગયું હતું. એટલે કે બજારમાં ભારે વેચવાલી વચ્ચે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹10 લાખ કરોડનો ઘટાડો થયો. Sensex અને Nifty બંનેમાં એકસાથે ઘટાડો થતાં બજારમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું.
શેરબજાર કેમ તૂટ્યું?
બજારના ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ, RBIની નવી નાણાકીય નીતિ, ઊંચી બોન્ડ યીલ્ડ, વૈશ્વિક બજારોમાં નબળાઈ અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી મુખ્ય કારણોમાં સામેલ છે. RBI દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. વ્યાજદર વધવાથી કંપનીઓના ઉધાર ખર્ચ અને વેલ્યુએશન પર અસર થવાની ચિંતા વચ્ચે ઇક્વિટી માર્કેટ પર દબાણ જોવા મળી રહ્યું છે.
FPI વેચવાલીથી પણ બજાર પર દબાણ
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે FPI/FII દ્વારા સતત વેચવાલી પણ ભારતીય શેરબજાર માટે ચિંતાનો વિષય બની છે. બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાંથી ₹6,121 કરોડથી વધુની રકમ પાછી ખેંચી હતી. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DIIએ આશરે ₹4,596 કરોડની ખરીદી કરીને બજારને થોડો ટેકો આપ્યો હતો. તેમ છતાં વિદેશી વેચવાલીનું દબાણ ભારે રહ્યું.
Relianceથી Adani Ports સુધી શેરોમાં ઘટાડો
બજારમાં આવેલા કડાકા વચ્ચે અનેક મોટા શેરોમાં વેચવાલી જોવા મળી. ITC, Adani Ports, Power Grid, Reliance Industries, BEL, Bajaj Finance અને Maruti જેવા શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત Paytm અને Suzlon જેવા શેરોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજારોમાં પણ નબળાઈ
ભારતીય બજારની સાથે એશિયન અને યુરોપિયન બજારોમાં પણ દબાણ જોવા મળ્યું. જાપાનનો Nikkei, હોંગકોંગનો Hang Seng અને દક્ષિણ કોરિયાનો Kospi ઘટાડા સાથે ટ્રેડ થયા હતા. ઊંચી બોન્ડ યીલ્ડ, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક ભૂરાજકીય તણાવને કારણે રોકાણકારો સાવચેત રહ્યા. ટેક્નિકલ વિશ્લેષકોના મતે, Nifty માટે 22,439નું સ્તર મહત્વપૂર્ણ છે. હવે રોકાણકારોની નજર RBIની નીતિ, ક્રૂડ ઓઈલ, FPI વેચવાલી અને વૈશ્વિક બજારના સંકેતો પર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

AI હવે વૈશ્વિક અર્થતંત્રનો મોટો હિસ્સો બની રહ્યું છે. IMF વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ AI Investment, AI Hardware અને Global Tradeને લઈને મોટો આર્થિક સંકેત આપ્યો છે.

RBIએ 43 મહિના બાદ Repo Rateમાં 0.25%નો વધારો કરીને તેને 5.50% કર્યો છે. RBIના આ નિર્ણયથી Home Loan, Auto Loan અને અન્ય ફ્લોટિંગ રેટ લોનના વ્યાજ દર તથા EMI પર અસર થવાની શક્યતા છે. જાણો રેપો રેટ વધારવાનું કારણ અને ગ્રાહકોના બજેટ પર તેની શું અસર પડશે.

વિશ્વ બેંકના નવા અહેવાલમાં ભારતને AI તૈયારીમાં ટોચના 10 ઉભરતા બજારોમાં સ્થાન મળ્યું