RBIના નવા કડક નિયમો: લોન ડિફોલ્ટરોની હવે ખેર નથી
એક ભૂલ પર તમામ એકાઉન્ટ થઈ જશે ફ્રીઝ

સૌજન્ય: મિન્ટ

સૌજન્ય: મિન્ટ
RBI New Rules 2026: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશની બેંકિંગ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને લોન ડિફોલ્ટરો પર લગામ કસવા માટે અત્યંત કડક નિયમોની જાહેરાત કરી છે. 27મી એપ્રિલે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ, હવે ઈરાદાપૂર્વક લોન નહીં ચૂકવનારા (વિલફૂલ ડિફોલ્ટર્સ) સામે લેવાતા પગલાંની સમયમર્યાદામાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર, જો કોઈ લોન લેનાર પાસે નાણાં હોવા છતાં તે હપ્તા ભરવામાં ઠાગાઠૈયા કરશે, તો તેને માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં જ 'વિલફૂલ ડિફોલ્ટર' જાહેર કરી દેવામાં આવશે.
એક એકાઉન્ટમાં ડિફોલ્ટ અને તમામ બેંક વ્યવહારો બંધ
રિઝર્વ બેંકની આ નવી માર્ગદર્શિકામાં સૌથી મોટી અને કડક જોગવાઈ બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવા અંગેની છે. જો કોઈ ગ્રાહકે એક કરતા વધુ બેંકો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હોય અને તે કોઈ પણ એક લોન ખાતામાં ડિફોલ્ટર જાહેર થાય છે, તો તેને તેની તમામ લોનમાં ડિફોલ્ટર ગણી લેવામાં આવશે. આટલું જ નહીં, રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિર્ધારિત બેંકિંગ નિયમો હેઠળ આવી વ્યક્તિના તમામ બેંક એકાઉન્ટ્સ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કડક નિયમો 1લી એપ્રિલ 2026 થી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયા છે.
ECL મોડેલથી બેંકોની જોગવાઈમાં થશે વધારો
બેંકિંગ ક્ષેત્રમાં અત્યાર સુધી NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) માટે નફામાંથી જે જોગવાઈ કરવામાં આવતી હતી, તેના બદલે હવે 'એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ' (ECL) મોડેલ લાગુ કરવામાં આવશે. આ મોડેલ મુજબ બેંકોએ લોન આપતી વખતે જ સંભવિત નુકસાનનું અનુમાન લગાવીને અગાઉથી રકમ અનામત રાખવી પડશે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ એસેટ્સ (નિયમિત ચાલતી લોન) માટે પણ બેંકોએ વધુ ભંડોળ અનામત રાખવું પડશે, જેના કારણે ટૂંકા ગાળા માટે બેંકોની નફાકારકતામાં ઘટાડો જોવા મળી શકે છે.
માનવીય દખલગીરી વિના NPA ની થશે ઓળખ
મોટી લોન લઈને બેંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હપ્તાની અનિયમિતતા છુપાવનારાઓ માટે હવે માર્ગ બંધ થઈ ગયો છે. RBI એ તમામ કોમર્શિયલ બેંકો માટે 'ઓટોમેટેડ સિસ્ટમ' ફરજિયાત બનાવી છે. આ ઓટોમેટિક સિસ્ટમમાં માનવીય દખલગીરી નહિવત હોવાથી કોઈ પણ ગ્રાહક તેની ચુકવણીની વિગતો છુપાવી શકશે નહીં. જોકે, કોઈ પણ લોનને સત્તાવાર રીતે NPA જાહેર કરવા માટેનો 90 દિવસનો સમયગાળો યથાવત રાખવામાં આવ્યો છે.
જોખમના આધારે લોનનું ત્રણ શ્રેણીમાં વર્ગીકરણ
નવા નિયમો હેઠળ લોનનું જોખમના આધારે ત્રણ મુખ્ય કેટેગરીમાં વર્ગીકરણ કરવામાં આવશે:
- પ્રથમ શ્રેણી: જેમાં સૌથી ઓછું જોખમ હોય અને 12 મહિના સુધીના નુકસાનની સંભાવના હોય.
- દ્વિતીય શ્રેણી: જેમાં ધિરાણ સામે વધુ જોખમ જણાતું હોય.
- તૃતીય શ્રેણી: જે લોન હાલના ધોરણો મુજબ ફસાઈ ગઈ હોય એટલે કે NPA બની ગઈ હોય.
ઈફેક્ટિવ ઈન્ટરેસ્ટ રેટ
આ ઉપરાંત, લોનની ગણતરીમાં પારદર્શિતા વધારવા માટે હવે કરારના વ્યાજદરને બદલે 'ઈફેક્ટિવ ઈન્ટરેસ્ટ રેટ' (EIR) ને ધ્યાનમાં લેવામાં આવશે. આ તમામ ફેરફારો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય જાહેર ક્ષેત્રની બેંકોને આંતરરાષ્ટ્રીય બેંકિંગ ધોરણોની સમકક્ષ લાવવાનો છે. હવે ગ્રાહકોએ પોતાની લોન અને બેંક વ્યવહારો પ્રત્યે વધુ સજાગ રહેવું પડશે, કારણ કે નાની બેદરકારી પણ તમામ નાણાકીય માર્ગો બંધ કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PAN વગરના મોટા વ્યવહારોની માહિતી પણ Income Tax Department સુધી પહોંચશે. જાણો CBDTના નવા Form 97-98 નિયમો.

માઇક્રોસોફ્ટના આગામી ડેટા સેન્ટર માટે ભારત સરકારે આપી એવી સલાહ કે સીધી વીજળી સાથે જોડાયેલી છે!

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.