ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે વરસાદ, ડેમ ઓવરફ્લો
રાજ્યમાં 108% વરસાદ, 114 ડેમ ભરાયા, પાનમ ડેમમાંથી પાણી છોડાયું
રાજ્યમાં સિઝનનો કુલ 108 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો કુલ 108 ટકા વરસાદ
રાજ્યના જળાશયોની સ્થિતિ પણ નોંધપાત્ર છે. 206 જળાશયોમાંથી 114 ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 14 ડેમ એલર્ટ પર અને 16 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આ પરિસ્થિતિ ગુજરાતના જળસંચયની દૃષ્ટિએ ઐતિહાસિક ગણાય, કારણ કે આટલી મોટી સંખ્યામાં ડેમનું ભરાવું વિશ્વ રેકોર્ડની નજીક પહોંચે છે.
પંચમહાલ જિલ્લાના પાનમ ડેમની વાત કરીએ તો, આ ડેમ જિલ્લાની જીવાદોરી ગણાય છે. ઉપવાસમાંથી આવતા પાણીના પ્રવાહને કારણે ડેમની જળસપાટી 127.41 મીટરે પહોંચી ગઈ છે. ડેમનું રુલ લેવલ જાળવવા માટે તેનો 1 ગેટ 1 ફૂટ સુધી ખોલીને 1426 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. આ ઉપરાંત, ખેતી માટે પાનમ કેનાલ મારફતે 650 ક્યુસેક પાણી છોડાતાં ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. આ વર્ષે ગુજરાતના ચોમાસાએ ન માત્ર ખેતીને સમૃદ્ધ કરી, પરંતુ જળાશયોની સ્થિતિને પણ મજબૂત કરી છે. 114 ડેમનું સંપૂર્ણ ભરાવું એ ગુજરાતના જળસંચયની દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PAN વગરના મોટા વ્યવહારોની માહિતી પણ Income Tax Department સુધી પહોંચશે. જાણો CBDTના નવા Form 97-98 નિયમો.

માઇક્રોસોફ્ટના આગામી ડેટા સેન્ટર માટે ભારત સરકારે આપી એવી સલાહ કે સીધી વીજળી સાથે જોડાયેલી છે!

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.