ફાર્મા પર 100% ટેરિફની ફાર્મા સેક્ટર પર સીધી અસર
100% ટેરિફથી ભારતીય ફાર્મા ફાર્મા શેરના ભાવમાં ઘટાડો, નિષ્ણાંતો મુજબ લાંબા ગાળે અસર ઓછી.
ટ્રમ્પનો ફાર્મા પર 100% ટેરિફની જાહેરાત
ટ્રમ્પનો ફાર્મા પર 100% ટેરિફની જાહેરાત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર 100% ટેરિફ લાદવાની જાહેરાતથી ભારતીય ફાર્મા ઉદ્યોગમાં હડકંપ મચી ગયો છે. આ નિર્ણયની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી, જ્યાં ફાર્મા સેક્ટરના શેરમાં મોટો ઘટાડો નોંધાયો. આ નવો ટેરિફ 1 ઓક્ટોબર, 2025થી લાગુ થશે.
ટ્રમ્પનો ટેરિફ નિર્ણય
25 સપ્ટેમ્બરના રોજ પ્રેસિડેન્ટ ટ્રમ્પે જાહેર કર્યું કે જે કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન સુવિધાઓનું નિર્માણ કરતી નથી, તેમની બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવાઓ પર 100% ટેરિફ લાગુ થશે. આ પગલા પાછળનો હેતુ અમેરિકામાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને આવશ્યક દવાઓ માટે સપ્લાય ચેઇન સુરક્ષિત કરવાનો છે. નોંધનીય છે કે ભારતીય જેનરિક દવાઓને ડ્યુટી મુક્ત રાખવામાં આવી છે.

આ જાહેરાત બાદ શુક્રવારે ભારતીય શેરબજારમાં ફાર્મા સેક્ટરના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો. સન ફાર્મા, બાયોકોન, સિપ્લા અને લુપિન જેવી અગ્રણી ફાર્મા કંપનીઓના શેર 2%થી 5% સુધી ગગડી ગયા, જેના કારણે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2.7% જેટલો નીચે આવ્યો. જોકે, ભારતના US નિકાસમાં મોટાભાગે જેનરિક દવાઓનો સમાવેશ થાય છે, જે હાલમાં આ ટેરિફના દાયરામાં આવતી નથી. તેમ છતાં, ભવિષ્યમાં આ ટેરિફનો વ્યાપ વધી શકે તેવી ચિંતાને કારણે રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો.
ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે પડકારો
આ નિર્ણયથી ભારતીય ફાર્મા કંપનીઓ માટે અનેક પડકારો ઊભા થયા છે. જેમ કે, ભારતીય કંપનીઓ USમાં બ્રાન્ડેડ દવાઓનું વેચાણ કરે છે તેમની નિકાસ ગુમાવવાનું જોખમ અને ઉત્પાદન સુવિધાઓ સ્થાપવાનું વિચારવું પડી શકે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ નિર્ણય ભારતીય કંપનીઓને યુએસ પરની નિર્ભરતા ઘટાડવા અને અન્ય બજારોમાં વિસ્તરણ કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ બજારમાં ભારતીય કંપનીઓનું પ્રભુત્વ છે. કારણ કે, યુએસમાં 90% થી વધુ પ્રિસ્ક્રિપ્શન્સ જેનરિક દવાઓનાં હોય છે.
સ્ટોક માર્કેટ એનાલીસ્ટ અસીમ મેહતાએ જણાવ્યું કે, ''ભારતીય ફાર્મા ઉત્પાદનો પર 100% ટેરિફ લાદવાના નિર્ણયની ભારતીય શેરબજાર પર મર્યાદિત અસર થશે. તેમના મતે, બજારમાં આગામી છથી સાત મહિનામાં 25-30%નો ઘટાડો જોવા મળી શકે છે.''
''જાહેરાત ગંભીર લાગતી હોય, પરંતુ વાસ્તવિક અસર ઓછી છે, કારણ કે અમેરિકન ગ્રાહકો મોટાભાગે ભારતમાંથી આયાત થતી જેનરિક દવાઓનો ઉપયોગ કરે છે, જે હાલમાં આ ટેરિફના દાયરામાં આવતી નથી. આ જ કારણ છે કે બજારની પ્રતિક્રિયાએ મોટાભાગે આ પરિબળોને પહેલેથી જ સમાવી લીધા છે.''
ઘણી ભારતીય ફાર્મા કંપનીઓની US પાર્ટનરશીપ હોવાથી, તેઓ ટેરિફની અસરને ટાળી શકે છે, જેનાથી ઉદ્યોગની એકંદર નફાકારકતા પર ઓછી અસર થશે. જોકે, આસિમ મહેતાએ ચેતવણી આપી છે કે આખરે કેટલીક દવાઓ માટે અમેરિકન ગ્રાહકોએ ઊંચી કિંમત ચૂકવવી પડી શકે છે, ખાસ કરીને જે દવાઓ US પાર્ટનર કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PAN વગરના મોટા વ્યવહારોની માહિતી પણ Income Tax Department સુધી પહોંચશે. જાણો CBDTના નવા Form 97-98 નિયમો.

માઇક્રોસોફ્ટના આગામી ડેટા સેન્ટર માટે ભારત સરકારે આપી એવી સલાહ કે સીધી વીજળી સાથે જોડાયેલી છે!

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.