UNESCO અનુસાર ભારતનું આ રાજ્ય સંપૂર્ણ સાક્ષર જાહેર
યુનેસ્કો દ્વારા ભારતનું ત્રીજું રાજ્ય ત્રિપુરને સંપૂર્ણ સાક્ષર જયારે કરાયું, માથાદીઠ આવક અને GDPમાં પણ ત્રિપુરા મોખરે

સીએમ સાહાએ ત્રિપુરાને સંપૂર્ણ સાક્ષર જાહેર કર્યું

સીએમ સાહાએ ત્રિપુરાને સંપૂર્ણ સાક્ષર જાહેર કર્યું
તાજેતરમાં ભારતના બે રાજ્યો મિઝોરમ અને ગોવાને UNESCO દ્વારા સંપૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવ્યા હતા. હવે આ યાદીમાં ત્રીજું રાજ્ય પણ જોડાયું છે. ત્રિપુરાને પણ હવે સંપૂર્ણ સાક્ષર રાજ્યનો દરજ્જો મળ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા મુખ્યમંત્રી માણિક સાહાની હાજરીમાં રવિન્દ્ર ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
યુનેસ્કો અનુસાર જે રાજ્યો 95%થી વધુ સાક્ષર છે તેમને સંપૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2023-24 દરમ્યાન ત્રિપુરાનો સાક્ષરતા દર 93.7% હતો જે હવે વધીને 95.6% થયો છે. નોંધનીય છે કે, માથાદીઠ આવક અને GDPમાં ત્રિપુરા પૂર્વોત્તર રાજ્યોમાં બીજા ક્રમે છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું, ''1961માં રાજ્યનો સાક્ષરતા દર માત્ર 20.24% હતો. તેમાં અસંખ્ય પડકારોને પાર કરીને, રાજ્યનો સાક્ષરતા દર સતત વધ્યો, જે 2001માં 73.66 %થી વધીને 2011ની વસ્તી ગણતરીમાં 89.22% થયો. 2049 સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સાક્ષરતા એક મુખ્ય પરિબળ છે તેમ ભારપૂર્વક કહ્યું કે નિરક્ષરતામાંથી મુક્તિ મેળવનારા વ્યક્તિઓએ દેશના હિત માટે તેમના કૌશલ્યને અપગ્રેડ કરવા માટે "વાંચન અને લેખન" ચાલુ રાખવું જોઈએ.''
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા