ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટના અને ભારે વરસાદ બાદ કેદારનાથ યાત્રા સ્થગિત
એક સપ્તાહ સુધી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી ઉત્તરાખંડ સરકારનો નિર્ણય

રસ્તા ઉપર પાણી ભરાતા સોનપ્રયાગથી કેદારનાથ સુધીની પગપાળા યાત્રા પણ સ્થગિત

રસ્તા ઉપર પાણી ભરાતા સોનપ્રયાગથી કેદારનાથ સુધીની પગપાળા યાત્રા પણ સ્થગિત
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટના અને ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ વરસાદી આફતે અનેક મુશ્કેલીઓ ઉભી કરી છે. યાત્રાળુના માર્ગ પર કાટમાળ પડતા એક શ્રદ્ધાળુનું મોત થયું છે અને બે ઈજાગ્રસ્ત થયા છે. રસ્તા પર અનેક ઠેકાણે પાણી ભરાતા રસ્તો બંધ કરવાની નોબત આવી છે. બંને ઘટના બાદ શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધીની પગપાળા યાત્રા સ્થગિત કરવામાં આવી છે.
હવામાન વિભાગે કેદારનાથ ધામમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે કેદારનાથ ધામમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ભૂસ્ખલન પ્રભાવિત જંગલ ચટ્ટીના રસ્તા પર ઘણું નુકસાન થયું છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી કેદારનાથ ધામની પગપાળા યાત્રા સોનપ્રયાગથી સ્થગિત કરવામાં આવી છે. પોલીસની ટીમ જંગલચટ્ટી વિસ્તારમાં ફસાયેલાં શ્રદ્ધાળુઓની મદદ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. પોલીસ અધિક્ષક અક્ષય કોંડેએ કેદારનાથ ધામ આવી રહેલા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ નજીકના સુરક્ષિત સ્થળ ઉપર અથવા હોટલમાં રહે.
મહત્વપૂર્ણ છે કે, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ સ્થિત ગૌરીકુંડ જંગલમાં આજે સવારે (15 જૂન) એક હેલિકોપ્ટર તૂટી પડતાં એક બાળક સહિત 7 લોકોના મોત થયા છે. ત્યારબાદ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ અને DGCAએ સંયુક્ત રૂપે નિર્ણય લીધો છે. તપાસ પૂરી થયા બાદ સુરક્ષાના માપદંડોની સમીક્ષા સુધી ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત રહેશે.
બીજી તરફ રાજ્યમાં હેલિકોપ્ટરની વધી રહેલી દુર્ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હેલિકોપ્ટર સંચાલન મુદ્દે આકરા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રદેશમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે કડક SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) તૈયાર કરવામાં આવશે. હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ અને ઉડાન પહેલાં હવામાનની સચોટ માહિતી મેળવવી અનિવાર્ય રહેશે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને નિર્દેશ આપ્યો છે કે, ટેક્નિકલ એક્સપર્ટની કમિટી રચવામાં આવે. જે હેલિકોપ્ટરના સંચાલન માટે તમામ ટેક્નિકલ અને સુરક્ષાના માપદંડોની સમીક્ષા કરી SOP તૈયાર કરશે. હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સુરક્ષિત, પારદર્શક અને નિર્ધારિત માપદંડો અનુસાર હોવાની કમિટી ખાતરી આપશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા