Hyderabad: શહેરના બેગમપેટ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, શોધખોળ ચાલુ
હૈદરાબાદ શહેરના બેગમપેટ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક તપાસ શરૂ

હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટને બોમ્બની ધમકી

હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટને બોમ્બની ધમકી
તાજેતરના દિવસોમાં ભારતીય એરપોર્ટ અને ફ્લાઇટ્સને નિશાન બનાવતી ધમકીઓના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. સતત સામે આવતી બોમ્બથી ઉડાવી ધમકીની શ્રેણી વચ્ચે આ ઘટના બની છે.
૧૫ જૂનના રોજ ફ્રેન્કફર્ટથી હૈદરાબાદ જઈ રહેલી લુફ્થાન્સાની ફ્લાઇટ (LH752)ને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકી મળ્યા બાદ હવામાં જ પાછી ફેરવવાની ફરજ પડી હતી. આજે ફરી એકવાર હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટને ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ મળ્યો છે.
બુધવારે સવારે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મોકલવામાં આવેલા બોમ્બના ધમકીભર્યા ઈમેલને કારણે સુરક્ષા એલર્ટ થઈ ગઈ હતી. પોલીસે પુષ્ટિ આપી છે કે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમો એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોને સ્કેન કરી રહી છે. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ સાથે એરપોર્ટ અને તેના પરિસરની સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી.
બેગમપેટના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસે જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓએ વ્યાપક તપાસ શરૂ કરી દીધી છે. બોમ્બ સ્કવોડ ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા