ઐતિહાસિક ઇમારતોને બચાવવાનો પૂજારીનો સંઘર્ષ
વડોદરા શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતો જર્જરીત થઇ ગઇ છે અને જાળવણી પણ થતી નથી

વડોદરા શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતો જર્જરીત થઇ ગઇ છે અને જાળવણી પણ થતી નથી

વડોદરા શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતો જર્જરીત થઇ ગઇ છે અને જાળવણી પણ થતી નથી
વડોદરા શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતો જર્જરીત થઇ ગઇ છે અને તેની યોગ્ય રીતે જાળવણી ના થતી હોવાથી ઐતિહાસીક વારસાની ઇમારજો ગમે ત્યારે તૂટી પડે તેમ છે ત્યારે ઐતિહાસીક ઇમારતોની જાળવણી અને રિસ્ટોરેશન કરવાની માગ સાથે વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિ ઓમ વ્યાસે તપ આદર્યું છે. આજે હરિ ઓમ વ્યાસે શરુ કરેલા તપને 100 દિવસ પૂર્ણ થયા છે પણ ઐતિહાસીક માંડવી દરવાજાનું રિસ્ટોરેશન હજું પણ શરુ કરાયું છે. માંડવી દરવાજાની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે અને ચારેબાજુના પિલ્લરો તુટી રહ્યા છે.
શહેરના વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે કરેલાસંકલ્પ અને તપના 100 દિવસ પુર્ણ થયા છે. જ્યાં સુધી માંડવીનું રિસ્ટોરેશન શરુ નહી થાય ત્યાં સુધી તેઓ પગરખાં નહી પહેરે તેવો સંકલ્પ કરીને તેમણે તપ આદર્યું. છે. જોકે 100 દિવસ પૂર્ણ થયા હોવા છતાં માંડવી દરવાજાનું રિસ્ટોરેશન હજું પણ શરું થયું નથી. પાલિકા દ્વારા રિસ્ટોરેશન માટેની કોઇ પણ કામગિરી હજું પણ શરુ કરાઇ નથી.જેથી તે દુખી થઇ ગયા છે.
પૂજારી હરિઓમ વ્યાસે કહ્યું કે મારા તપના 100 દિવસ પૂર્ણ થયા છે પણ હજું પણ માંડવીનું રિસ્ટોરેશન ચાલું થયું નથી. ચારેબાજુ પિલ્લર તુટી પડ્યા છે. ગંભીરા બ્રિજ જેવી ઘટના પણ અહીં ગમે ત્યારે થઇ શકે. બ્રિજ દુર્ઘટાનામાં 20 નિર્દોષ વ્યક્તિ ગુજરી ગયા છે. આજે પણ માંડવી ટાવર જર્જરીત છે.અહી રોજ હજારો લોકની અવરજ જવર છે અને .ભારે વાહનો અને ડીજે બંધ કરવાની વાતો થઇ હતી. પણ હજું પણ ભારેખમ કોર્પોરેશના ડંપરો અહી હજું ફરે છે જેથી માંડ઼વી દરવાજાનું અને અન્ય વારસાનું ઝડપથી રિસ્ટોરેશન શરુ કરાવવું જોઇએ. શહેરના બીજા વારસાની પણ યોગ્ય જાણવળી કરાતી નથી. તેમણે મને કહ્યું કે આજે પોલીસનો ફોન આવ્યો કે બધાને કેમ બોલાવ્યા છે. હું જપ તપ કરું છું તેમાં મંજૂરી લેવાની રહેતી નથી. જાગૃત નાગરિક તરીકે હવે મારે બોલવાની જરુર છે. હું મીડિયાના માધ્યમથી કમિશનરને રિસ્ટોરેશનની માગ વ્યક્ત કરું છું.
આ પણ વાંચો---
ઝૂમ બરાબર ઝૂમ, 26 મહિલા સાથે 39 શખ્સની પાર્ટી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા