ભારત-પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિમાં દેશના 32 એરપોર્ટ 15 મે સુધી બંધ કરવામાં આવ્યા છે. ત્યારે દેશની લાઈફ લાઇન રેલવેની ભૂમિકા મહત્વની બની છે. ભૂતકાળમાં 1962 અને 1965 માં રેલવેની કામગીરી ઉપયોગી સાબિત થઈ છે. જમ્મુ અને ચંદીગઢ એરપોર્ટ બંધ હોવાથી પ્રભાવિત થયેલા યાત્રીઓ માટે વિશેષ ટ્રેનો શરૂ કરાઈ છે. 9 મે ના રોજ જમ્મુ તથા ઉધમપુરથી 5 વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સમગ્ર પરિસ્થિતિ પર સમીક્ષા કરી રેલવે વિભાગને સૂચના આપી છે કે જરૂરિયાત મુજબ વધારાની વિશેષ ટ્રેનોનું પરિસંચાલન કરવું અને સમય અનુસાર યાત્રીઓને સુરક્ષિત વિકલ્પ આપવો.
કઈ વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી?
જમ્મુથી 04612 ટ્રેન સવારે 10:45 વાગ્યે શરૂ કરાઈ, જેમાં 12 અન આરક્ષિત અને 12 આરક્ષિત શ્રેણીના કોચ લગાવાયા
20 કોચવાળી વંદે ભારત ટ્રેન સવારે 12:45 વાગ્યે ઉધમપુરથી રવાના કરાઈ, જે જમ્મુ અને પઠાણકોટ થઈને દિલ્લી રવાના થઈ
22 એલએચબી કોચવાળી વિશેષ ટ્રેન સાંજે 7 વાગ્યે જમ્મુ સ્ટેશનથી રવાના થઈ
અન્ય એક વંદે ભારત બપોરે 3:30 વાગ્યે જમ્મુથી રવાના થઈ જો સાંજે દિલ્લી પહોંચશે
ગુવાહાટી માટે 19 અન આરક્ષિત અને 3 આરક્ષિત કોચ સહિત જમ્મુ સ્ટેશનથી આજે રાત્રે 23:54 વાગ્યે યુપી અને બિહાર થઈને ગુવાહાટી જશે
ભારતના ક્યાં એરપોર્ટ બંધ છે?
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓએ એરમેન (NOTAM) ને નોટિસ જારી કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટને નાગરિક ઉડ્ડયન કામગીરી માટે કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરી છે. આ આદેશ ૧૫ મે સુધી અમલમાં રહેશે. આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપોરા, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડોન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા (ગગ્ગલ), કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી (ભુંતર), લેહ, પટલિયા, પટિયાના, લુધિયા, લુધિયા, નાણા પોરબંદર, રાજકોટ (હીરાસર), સરસવા, સિમલા, શ્રીનગર, થોઇસ અને ઉત્તરલાઈ એરપોર્ટ 15 મે સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ એરપોર્ટ પર તમામ નાગરિક ઉડ્ડયન કામગીરી સ્થગિત રહેશે. AAI એ ઓપરેશનલ કારણોસર દિલ્હી અને મુંબઈ ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજનમાં 25 એર ટ્રાફિક સર્વિસીસ (ATS) રૂટને અસ્થાયી રૂપે બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે, ઉડ્ડયન અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, ભારતમાં અનેક એરપોર્ટ બંધ હોવાને કારણે જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટની ફ્લાઇટ્સ 15 મે સુધી રદ કરવામાં આવી છે.