મહિલા વર્લ્ડ કપ: ફરી ભારત-પાકિસ્તાન ટક્કર!
એશિયા કપ વિજય બાદ હવે મહિલા ટીમ પર નજર, 5 ઓક્ટોબરે હાઇ-વોલ્ટેજ મેચ

પુરુષો બાદ હવે મહિલા ટીમનો વારો

પુરુષો બાદ હવે મહિલા ટીમનો વારો
એશિયા કપ 2025માં ભારતીય પુરુષ ટીમે પાકિસ્તાનને હરાવીને નવમી વખત ખિતાબ જીત્યા બાદ, હવે ક્રિકેટ જગતની નજર ICC મહિલા ODI વર્લ્ડ કપ પર ટકેલી છે. આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ-વોલ્ટેજ મુકાબલો જોવા મળશે. ક્રિકેટ ચાહકો માટે આગામી રવિવાર, 5મી ઓક્ટોબર ખૂબ જ રોમાંચક બનવાનો છે, જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે શ્રીલંકાના કોલંબોમાં ટકરાશે.
કોલંબોમાં જામશે જંગ: વિવાદ અને આશાશ્રીલંકાના કોલંબોમાં આવેલા પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી આ મેચ પર સૌની નજર રહેશે. એશિયા કપની ફાઇનલમાં ભારતીય પુરુષ ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે 'અમે પાકિસ્તાની મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લઈએ.' આ વિવાદ બાદ હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું ભારતીય મહિલા ખેલાડીઓ પણ મેચ બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહીં. આ તમામ પાસાંઓ મેચના વાતાવરણને વધુ તંગ બનાવશે.
મહિલા વર્લ્ડ કપ: ભારત માટે જીતની આશામહિલા ક્રિકેટ વર્લ્ડ કપ (ODI)નો પ્રારંભ 30મી સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે અને ફાઇનલ મેચ 2જી નવેમ્બરે રમાશે. ભારતીય મહિલા ટીમ 30મી સપ્ટેમ્બરે શ્રીલંકા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે પાકિસ્તાની ટીમ 2જી ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે તેની પ્રથમ મેચ રમશે.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ સાત વખત વર્લ્ડ કપ જીત્યો છે. ભારતીય મહિલા ટીમ 1973થી 2022 સુધીની 12 સીઝનમાં માત્ર બે વાર (2013 અને 2017) ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ક્યારેય કપ જીતી શકી નથી. એશિયા કપની તાજેતરની જીત બાદ પુરુષ ટીમે જે દબદબો સ્થાપિત કર્યો છે, તેનાથી પ્રેરણા લઈને આ વર્ષે ભારતીય મહિલા ટીમ માટે વર્લ્ડ કપ જીતવાની એક શાનદાર તક છે. સમગ્ર દેશની નજર મહિલા ટીમ પર છે કે તે ક્રિકેટના આ સૌથી મોટા ખિતાબને પોતાના નામે કરે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.