વસીમ અકરમે કયા બોલરને ગણાવ્યો 'મોર્ડન ડે ગ્રેટ',
બુમરાહની અનોખી એક્શન અને વર્કલોડ મેનેજમેન્ટની પ્રશંસા, આધુનિક ક્રિકેટ પર પણ વાત
વસીમ અક્રમે ભારતીય ક્રિકેટરના કર્યા વખાણ
વસીમ અક્રમે ભારતીય ક્રિકેટરના કર્યા વખાણ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવ ભલે ગમે તેટલો હોય, પરંતુ ક્રિકેટના મેદાન પર હંમેશા એકબીજાની પ્રતિભાનું સન્માન થતું રહ્યું છે. પાકિસ્તાનના મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે ભારતના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહના ભરપેટ વખાણ કર્યા છે. તેણે બુમરાહને 'મોર્ડન ડે ગ્રેટ' ગણાવ્યો છે અને ભારતીય ટીમે તેના વર્કલોડને જે રીતે મેનેજ કર્યો છે તેની પણ પ્રશંસા કરી છે.
બુમરાહની અનોખી એક્શન અને મેનેજમેન્ટ
'હંસના મના હૈ' શો પર વાત કરતાં વસીમ અકરમે કહ્યું કે, બુમરાહ એક વર્લ્ડ-ક્લાસ બોલર છે. અકરમે કહ્યું કે, "તેની એક્શન ખૂબ જ અલગ છે. તેની પાસે ગતિ છે અને ભારત જે રીતે તેને મેનેજ કરી રહ્યું છે તે અવિશ્વસનીય છે. આનો શ્રેય ભારતીય મેનેજમેન્ટ અને બુમરાહના માઈન્ડસેટને જાય છે." વસીમ અકરમ પોતે તેના સમયના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાંના એક હતા, તેથી તેમની પ્રશંસાનું વજન ઘણું વધારે છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બુમરાહ ઓલ-ટાઈમ ગ્રેટ છે, ત્યારે અકરમે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, "જુદા જુદા યુગના ખેલાડીઓની સરખામણી કરવી ન જોઈએ. હું ડાબા હાથનો બોલર હતો અને તે જમણા હાથનો. સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓને અમે બન્ને પરવા કરતા નથી. તે આધુનિક યુગનો મહાન બોલર છે, અને મેં મારા સમયમાં મારું યોગદાન આપ્યું. તે ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે."
આધુનિક ક્રિકેટમાં બોલર માટે તક
વસીમ અકરમે આધુનિક ક્રિકેટમાં આવેલા પરિવર્તનો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે આજકાલ બેટ્સમેન હંમેશા શોટ રમવાની કોશિશ કરતા હોય છે, જેનાથી બોલરોને વિકેટ લેવાની વધુ તક મળે છે. તેમણે કહ્યું કે, "90ના દાયકામાં T20 ક્રિકેટ નહોતું. ODI માં બેટ્સમેન ઘણીવાર ખરાબ બોલ છોડી દેતા હતા, પરંતુ હવે તો ટેસ્ટ મેચમાં પણ બેટ્સમેન ખરાબ બોલ પર શોટ લગાવે છે. આજના બોલરો પર દબાણ વધુ હોય છે, પણ જસપ્રીત જેવા બોલરો માટે આ એક તક છે કારણ કે, બેટ્સમેન હમેશા શોટ રમવાની લાલચમાં ભૂલ કરે છે. બોલર તરીકે અમે આવી આક્રમકતાનો આનંદ માણીએ છીએ."

ટેસ્ટ ક્રિકેટ માટે 2-ટિયર સિસ્ટમ પર અસહમતિ
અકરમે ટેસ્ટ ક્રિકેટને 5 દિવસના બદલે 4 દિવસ કરવાની 2-ટિયર સિસ્ટમનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, "જો પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ જેવી ટીમો માત્ર એકબીજા સાથે જ રમશે, તો તેમનામાં સુધારો કેવી રીતે થશે?

ટેસ્ટ ક્રિકેટ માટે ગુણવત્તાવાળી ટીમોની જરૂર હોય છે. એસોસિયેટ ટીમોને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યા વિના ટેસ્ટ રમવાની મંજૂરી આપવાનો કોઈ અર્થ નથી." આ નિવેદન દર્શાવે છે કે અકરમ આજે પણ ક્રિકેટના વિકાસ માટે ગંભીર છે અને રમતની મૂળ ભાવનાને જાળવી રાખવા ઈચ્છે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.