Bengaluru : RCB ની જીતનું દુઃખદ પરિણામ, જશ્ન બન્યો મોતનું કારણ, 11 લોકોએ જીવ ગુમાવ્યા!
5000 જેટલો સ્ટાફ તૈનાત હોવા છતાં ભીડને કાબૂમાં ન લઈ શકાય. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...

RCB ની ઐતિહાસિક જીત માતમમાં ફેરવાઈ...

RCB ની ઐતિહાસિક જીત માતમમાં ફેરવાઈ...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ 18 વર્ષના લાંબા પ્રતીક્ષા બાદ પહેલીવાર IPL ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો, પરંતુ આ ઐતિહાસિક જીતનો જશ્ન ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ ગયો. વિજય પેરેડ પહેલા સ્ટેડિયમ પરિસરમાં સર્જાયેલી ભયાનક ભાગદોડમાં 1 મહિલા સહિત 11 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાએ RCB ના ચાહકો અને સમગ્ર દેશમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. જશ્નનો આ અવસર ક્ષણભરમાં મોત અને માતમમાં ફેરવાઈ ગયો.
વહીવટી બેદરકારી અને ભીડ પર કાબૂનો અભાવ...
પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના પાછળ આયોજકોની ઘોર બેદરકારી અને ભીડ નિયંત્રણમાં નિષ્ફળતા જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ભલે સ્ટેડિયમમાં 5000 જેટલો સ્ટાફ તૈનાત હોવા છતાં, બેકાબૂ બનેલી ભીડને નિયંત્રિત કરવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા ચાહકોના ધસારાને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી આ ગંભીર ઘટના બની. લોકો પોતાના પ્રિય ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ઉત્સાહમાં આવીને ધક્કામુક્કી કરવા લાગ્યા અને પરિણામે ભાગદોડ સર્જાઈ.
ઘાયલોની હાલત ગંભીર, હોસ્પિટલમાં ખસેડાયા...
ભાગદોડમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનામાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના માટે આ જીત હવે કાયમી દુઃખનું કારણ બની ગઈ છે.
આ પણ વાંચો : RCBનો 'લકી ચાર્મ' માલવિકા નાયક: અનુષ્કા સાથે દેખાતી આ મિસ્ટ્રી ગર્લ કોણ છે?
ડેપ્યુટી CM DK શિવકુમાર સ્થળ પર પહોંચ્યા, તપાસના આદેશ...
આ ગંભીર ઘટનાની જાણ થતા જ કર્ણાટકના ડેપ્યુટી CM DK શિવકુમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આશા છે કે આ તપાસમાં ઘટના પાછળના સાચા કારણો અને જવાબદાર વ્યક્તિઓ સામે આવશે અને તેમને કડકમાં કડક સજા ફટકારવામાં આવશે.
આ પણ વાંચો : IPL 2025 Final: પ્રેમાનંદ મહારાજનો દરબાર, વિરાટ કોહલી સાથે એક ચમત્કાર... 18 વર્ષની રાહ ફાઇનલી પૂરી થઇ
જશ્નનો શોકમાં પલટો...
RCB એ 18 વર્ષની રાહ જોયા બાદ પહેલીવાર IPL ટ્રોફી જીતી હતી. ચાહકોમાં ઉત્સાહનો પાર નહોતો અને આ ઐતિહાસિક ક્ષણને ઉજવવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંતુ આ દુર્ઘટનાએ વિજયના જશ્નને શોકમાં પલટી નાખ્યો છે. આ જીત હવે ખુશીના બદલે દુઃખદ સ્મૃતિ બનીને રહી જશે.
આ પણ વાંચો : ખુબસૂરત પ્રીતિ ઝિન્ટાની ઉદાસ આંખો અને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
અપડેટ 6:45pm
સ્ટેડિયમમાં આયોજિત વિક્ટરી પરેડ પહેલાં હજારો પ્રશંસકોની ભીડ વચ્ચે મચેલી ભાગદોડમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. જ્યારે આ દુર્ઘટનામાં 50 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!