આજે GT અને MI વચ્ચે એલિમિનેટર 2 માટે થશે રોમાંચક ટક્કર
મુંબઈ ઈન્ડિયન્સ આજ સુધી એલિમિનેટરમાંથી ફાઇનલમાં પહોંચી શકી નથી, જ્યારે ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં મુંબઈને બે વખત હરાવ્યું છે.

કોણ કોના પર ભારી પડશે

કોણ કોના પર ભારી પડશે
આ મેચ માત્ર જીત-હારની નથી, પરંતુ ઇતિહાસ બદલવાની તક પણ છે. મુંબઈ ઈન્ડિયન્સ, જે પાંચ વખતની ચેમ્પિયન છે, તે આજ સુધી એલિમિનેટરમાંથી ફાઇનલમાં પહોંચી શકી નથી, જ્યારે ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં મુંબઈને બે વખત હરાવ્યું છે. શુભમન ગિલ-સાઈ સુદર્શનની રેકોર્ડબ્રેક ઓપનિંગ જોડી, પ્રસિદ્ધ કિષ્નાની ઘાતક બોલિંગ અને સૂર્યકુમાર યાદવનું શાનદાર ફોર્મ આ મેચને ખાસ બનાવે છે.
મુંબઈ ઈન્ડિયન્સે અગાઉ ચાર એલિમિનેટર મેચ રમી છે, જેમાંથી (2011, 2023) બે જીતી અને (2012, 2014) બે મેચ હારી હતી. જોકે, જીત બાદ પણ ક્વોલિફાયર 2માં હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે આ ટીમ ફાઇનલમાં પહોંચી શકી ન હતી. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સનો મુંબઈ સામે હેડ-ટુ-હેડ રેકોર્ડ 5-2નો છે, જેમાં આ સિઝનની બંને મેચમાં ગુજરાતે મુંબઈને હરાવ્યું. 2023ના ક્વોલિફાયર 2માં પણ ગુજરાતે અમદાવાદમાં મુંબઈને હરાવીને મેચ માથી બહાર કરી દીધુ હતું.
મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં અન્ય ત્રણ ક્વોલિફાઇંગ ટીમો - પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ સામે હારી ચૂકી છે. આ પેટર્ન તોડવી મુંબઈ માટે ખુબ જરુરી બની જાય છે , ખાસ કરીને ગુજરાત સામે, જેની સામે તે આ સિઝનમાં બે મેચ હારી ચુકી છે
ગુજરાતની સૌથી મોટી નબળાઈ આ સિઝનમાં તેમની ફિલ્ડિંગ રહી છે. તેમનો કેચ પકડવાનો સફળતા દર માત્ર 67 ટકા છે, જે આઈપીએલ 2025માં બીજા ક્રમની સૌથી ખરાબ ફિલ્ડિંગ ટીમ બનાવે છે. રાજસ્થાન રોયલ્સ પછી ગુજરાતનો નંબર આવે છે. આ નબળાઈ મુંબઈને ફાયદો કરાવી શકે છે, જો તેઓ ગુજરાતના ફિલ્ડર્સ પર દબાણ બનાવી શકે તો.
આ મેચમાં બે શક્તિશાળી બેટ્સમેન - મુંબઈના સૂર્યકુમાર યાદવ અને ગુજરાતના શુભમન ગિલની ટક્કર જોવા મળશે. સૂર્યકુમારે આ સિઝનમાં 71.1ની સરેરાશ અને 168ના સ્ટ્રાઇક રેટથી 640 રન બનાવ્યા છે, જેમાં 14 સતત ઇનિંગ્સમાં 25+ સ્કોરનો સમાવેશ થાય છે. ગુજરાત સામે તેની સરેરાશ 56.6 અને સ્ટ્રાઇક રેટ 175 છે. બીજી તરફ, શુભમન ગિલે 54.08ની સરેરાશ અને 156ના સ્ટ્રાઇક રેટથી 649 રન બનાવ્યા છે. 2023ના ક્વોલિફાયર 2માં ગિલે મુંબઈ સામે 129 (60)ની ઐતિહાસિક ઇનિંગ રમી હતી, જ્યારે સૂર્યકુમારે 61 (38) રન બનાવ્યા હતા, પરંતુ મુંબઈ હારી ગયું હતું.
ગુજરાતની સફળતાનું રહસ્ય શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડીમાં છુપાયેલું છે. આ બંનેએ 14 ઇનિંગ્સમાં 909 રન બનાવ્યા છે, જેમાં 69.9ની સરેરાશ અને 160નો સ્ટ્રાઇક રેટ છે. આ જોડી વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સનો સૌથી વધુ રનનો રેકોર્ડ તોડવાથી માત્ર 31 રન દૂર છે. જે તેમને આઈપીએલની સૌથી પ્રભાવશાળી ઓપનિંગ જોડીઓમાંની એક બનાવે છે.
ગુજરાતના પ્રસિદ્ધ કિષ્નાએ આ સિઝનમાં 14 મેચમાં 23 વિકેટ લઈને પોતાની બોલિંગનો દબદબો બનાવ્યો છે. તે 7થી 16 ઓવરમાં 11 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને ડેથ ઓવર્સમાં 9 વિકેટ લઈને પોતાની ઉપયોગીતા સાબિત કરી છે. તેની ઘાતક બોલિંગ મુંબઈના બેટ્સમેનો માટે મોટો પડકાર બની શકે છે.
ગુજરાતને આ મેચમાં એક મોટો ફટકો પડ્યો છે, કારણ કે તેમનો સ્ટાર બેટ્સમેન જોસ બટલર ઇંગ્લેન્ડ પાછો ફર્યો છે, જ્યારે કાગીસો રબાડા પણ આ મેચમાં રમી નહી શકે. આજની મેચમાં શ્રીલંકાના કુસલ મેન્ડિસને બટલરની જગ્યાએ તક મળી શકે છે. મુંબઈમાં પણ રાયન રિકેલ્ટન અને વિલ જેક્સની ગેરહાજરી ટીમને ભારે પડી શકે છે, પરંતુ જોની બેરસ્ટો, ચરિત અસલંકા અને બેવન જેકબ્સ જેવા ખેલાડીઓ ટીમમાં જોડાયા છે.
સંભવિત પ્લેઇંગ 12
આ એલિમિનેટર મેચમાં બંને ટીમો પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ઉત્સુક છે. મુંબઈ ઈતિહાસ બદલવા માંગે છે, જ્યારે ગુજરાત પોતાના દબદબાને જાળવી રાખવા ઈચ્છે છે. સૂર્યકુમાર અને ગિલની બેટિંગ, ગુજરાતની ઓપનિંગ જોડી અને કિષ્નાની બોલિંગ આ મેચના નિર્ણાયક પરિબળો બનશે.
ત્યારે આજે જોવાનુ એ છે કે આજની મેચમાં કોણ જીત સાથે આગળ વધે છે અને કોને ધર ભેગા થવું પડે છે એ તો સમય જ બતાવશે પણ જે પણ હોય આજની મેચ ખુબ જ રસપ્રદ બનવાની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!