આજે ગુજરાત ટાઈટન્સના જુના અને નવા કપ્તાન વચે જંગ
આંકડાઓ પ્રમાણે અમદાવાદની પીચ પર મુંબઈ ક્યારેય ગુજરાત સામે જીતી શક્યું નથી, અહી રમાયેલી 4 માંથી 4 મેચ ગુજરાતે પોતાને નામ કરી છે.

આજે ઢોકળા અને વડાપાંઉ વચ્ચે થશે જંગ

આજે ઢોકળા અને વડાપાંઉ વચ્ચે થશે જંગ
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં બે પાડોશી રાજ્યોની ટીમ વચ્ચે જંગ જામશે. ગુજરાત અને મુંબઈની ટીમ પોતાની પહેલી મેચો હારી ચુકી છે. આજની મેચ થકી બંને ટીમો પોતાની જીતનું ખાતું ખોલાવવા એડી ચોટીનું જોર લગાવશે.
IPL 2025ની પાંચમી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ખાતે રોમાંચક સ્પર્ધા જોવા મળી. આ મેચમાં પંજાબે 5 વિકેટ ગુમાવીને 243 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ગુજરાત 231 સુધી પહોંચી શક્યું અને 11 રનથી હાર્યું હતું.

ગુજરાત ટાઈટન્સ
ગુજરાતની બેટિંગમાં શુભમન ગિલ, જોસ બટલર અને સાઈ સુદર્શનની શરૂઆતે સ્થિરતા આપવાની ક્ષમતા સ્પષ્ટ દેખાઈ છે. ગત મેચમાં બટલર અને સુદર્શનની જોડીએ મજબૂત આધાર પુરો પાડ્યો હતો. ત્યાર બાદ રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાને અંતિમ ઓવરોમાં આક્રમક શૈલી અપનાવી હતી. જેમાં 16 સિક્સર સાથે ટીમનો સર્વાધિક સિક્સરનો રેકોર્ડ પણ બન્યો હતો. આમ ગુજરાતની ટીમાં બેટિંગ લાઇનઅપમાં ઊંડાઈ અને આક્રમકતાનું સંયોજન જોવા મળે છે. પરંતું શરૂઆતમાં રનની ધીમી ગતિ અને મધ્યમાં ત્રણ ઓવરમાં ઓછા રન બનાવ્યા હતે જે ગુજરાતની હારનું મુખ્ય કારણ બન્યું હતું. જેના કારણે ટીમ મોટા લક્ષ્યની નજીક પહોચવા છતા પણ હારી હતી.

ગુજરાત ટાઇટન્સની બોલિંગની જો વાત કરવામાં આવે તો રાશિદ ખાનની સ્પિન બોલિંગ અને મોહમ્મદ સિરાજની નવા બોલ સાથેની બોલિંગ ગુજરાતની મુખ્ય તાકાત છે. રાશિદ ખાને મધ્યની ઓવરોમાં પંજાબ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સિરાજે શરૂઆતની ઓવરમાં વિકેટ ખેડવીને પોતાની ભૂમિકા અદા કરી હતી. તો બીજી તરફ કાગિસો રબાડાની ઝડપ પણ મેચમાં નોંધપાત્ર રહી છે.
જ્યારે ગુજરાતની બોલિંગમાં અંતિમ ઓવરોમાં નિયંત્રણનો અભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લી 5 ઓવરમાં 87 રન આપવા એ નબળી રણનીતિનું પરિણામ હતું. આખરીની ઓવરોમાં ગુજરાતના બોલરો વિરોધી ટીમને રન બનાવતા રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યારે ગુજરાત તરફી ડેથ ઓવરોમાં સચોટ બોલિંગનો અભાવ અને ખરાબ ફિલ્ડના કારણે પંજાબ મોટા સ્કોર સુધી પહોચી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ
IPL 2025ની ત્રીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ચેન્નઈમાં રમાયેલી આ મેચમાં ચેન્નઈને 4 વિકેટે જીત મેળી હતી. મુંબઈએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈએ 19.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવી જીત હાંસલ કરી હતી.
રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની અનુભવી જોડીએ મુંબઈની બેટિંગને મજબૂતી આપી છે. રોહિતે શરૂઆતમાં આક્રમક અભિગમ અપનાવે છે. જ્યારે સૂર્યકુમારે મધ્યમાં નવીન શૈલીથી રન બનાવે છે. હાર્દિક પંડ્યા અને મિચલ સ્ટાર્કની ઓલરાઉન્ડ ક્ષમતા ટીમને મોટા સ્કોર તરફ લઈ જાય છે. રોહિતની વિસ્ફોટક શરૂઆત અને સૂર્યકુમારની નવીન શૈલી મુંબઈની મુખ્ય તાકાત છે.

તો બીજી તરફ ટીમમાં ટોચના બેટ્સમેનોની ઝડપી વિકેટો પડવાથી મધ્યમ ક્રમમાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં નવા ખેલાડીઓ દબાણમાં નિષ્ફળ રહ્યા. અંતિમ ઓવરોમાં રન ગતિ વધારવામાં નિષ્ફળતા અને સતત વિકેટો ગુમાવવાથી મુંબઈ 155 જેવા મામૂલી સ્કોર પર સમેટાઈ ગઈ. મુંબઈની બોલિંગમાં નવા બોલર્સે શરૂઆતમાં ચેન્નઈના ટોપ ઓર્ડર પર દબાણ બનાવ્યું હતું. ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈના સ્પિનર્સે વિરોધી ટીમ દબાબ બનાવાવનો સારો પ્રયાસ કર્યો હતો. ફિલ્ડિંગની ચપળતાના કારણે પણ કેટલાક રન બચાવ્યા હતા.
તો બીજી તરફ બુમરાહ અને પંડ્યાની ગેરહાજરીમાં બોલિંગ યુનિટમાં નિર્ણાયકતાનો અભાવ જોવા મળ્યો. ડેથ ઓવરોમાં ચોકસાઈની કમી અને ચેન્નઈના સ્પિનર્સ સામે નબળું પ્રદર્શન મુંબઈની હારનું મુખ્ય કારણ બન્યું હતુ. નવા બોલર્સે દબાણમાં રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
MI Vs GT
IPLના ઈતિહાસમાં GT હંમેશા MI પર વર્ચસ્વ ધરાવતું રહ્યું છે. આંકડાઓ અનુસાર 2022 થી બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે. જેમાં ગુજરાત ટાઈટની ટીમ 4 મેચ જીતવામાં સફળ રહી છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સને માત્ર 2 મેચમાં જીત મેળી છે. તો બીજી તરફ બંને ટીમો અમદાવાદના ગ્રાઉન્ડમાં 4 વાર આમને સામને ટકરાઈ છે. જેમાં તમામ મેચો પર ગુજરાત ટાઈટને પોતાની જીતની મહોર લગાવી છે.

ગિલની સતત સારી ઇનિંગ્સ અને સાઈ સુદર્શન જેવા યુવા ખેલાડીઓનું યોગદાન GTને મજબૂત બનાવે છે. રાશિદ ખાનની સ્પિન ડેથ ઓવરોમાં ચોકસાઈ MIને દબાણમાં રાખે છે. અમદાવાદ ગુજરાતનુ હોમ ગ્રાઉન્ડ હોવાના કરણે દર્શકોનો ટેકો GTને વધારાનો ઉત્સાહ આપે છે.

ગુજરાત ટાઇટન્સ સંતુલિત ટીમ છે, જે બોલિંગમાં મજબૂત અને બેટિંગમાં સ્થિર છે, પરંતુ ડેથ ઓવરોમાં નિયંત્રણની જરૂર છે. મુંબઈ ઇન્ડિયન્સ વિસ્ફોટક બેટિંગ અને ફિલ્ડિંગની કુશળતામાં આગળ છે, પરંતુ મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી ટીમને નબળી બનાવે છે.
આજે જોવાનું એ રહે છે કે કયા ખિલાડીમાં દમ છે, ગુજરાતના જુના કેપ્ટનમાં કે પછી નવા કેપ્ટનમાં... આંકડાઓ પ્રમાણે તો ગુજરાતના જીતવાના ચાન્સ વધારે દેખાઈ રહ્યા છે તમને શું લાગે છે કોણ કઈ ટીમ જીતશે.. કમેન્ટમાં જણાવો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?