આજની લખનૌ અને ગુજરાતની મેચ રહેશે રસપ્રદ
બોલર-ફ્રેન્ડલી પીચ પર આ બોલર્સ નિર્ણાયક સાબિત થઈ શકે છે. રવિ બિશ્નોઈની લેગ-સ્પિન અને શાહબાઝ અહેમદની વેરાયટી મિડલ ઓવર્સમાં નિયંત્રણ આપી શકે છે.

આજે કોણ મારશે બાજી

આજે કોણ મારશે બાજી
આજે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમાં લખનૌ અને ગુજરાત વચ્ચે મેચ રમાશે. આ મેચ રેમાન્ચ અને મનોરંજનથી ભરપુર હશે, ત્યારે આવો જાણીએ બંને ટીમો વચ્ચેની ટક્કર કેવી હશે...
લખનૌના જો મજબૂત પાસાઓની વાત કરીએતોમાં ટીમની બેટિંગ લાઇન-અપમાં રિષભ પંત, નિકોલસ પૂરન, ડેવિડ મિલર અને એડન માર્કરમ જેવા ખેલાડીઓ છે. આ ખેલાડીઓ મેચનો રંગ બદલી શકે છે, ખાસ કરીને મિડલ ઓવર્સમાં. મોહસીન ખાન અને આવેશ ખાન જેવા ઝડપી બોલર્સ લખનૌની બોલિંગને ધાર આપે છે. બોલર-ફ્રેન્ડલી પીચ પર આ બોલર્સ નિર્ણાયક સાબિત થઈ શકે છે. રવિ બિશ્નોઈની લેગ-સ્પિન અને શાહબાઝ અહેમદની વેરાયટી મિડલ ઓવર્સમાં નિયંત્રણ આપી શકે છે. રિષભ પંતની આક્રમક કેપ્ટનશીપ અને મેદાન પરની ઉર્જા ટીમને પ્રેરણા આપે છે.

જો ટીમની નવળાઈની વાત કરીએ તો મયંક યાદવ, મોહસીન ખાન અને આવેશ ખાનની ફિટનેસ એક મોટો પ્રશ્ન છે. આ ખેલાડીઓની ગેરહાજરી બોલિંગ યુનિટને નબળું કરી શકે છે. રવિ બિશ્નોઈ સિવાય LSG પાસે અનુભવી સ્પિનરનો અભાવ છે. ટોપ ઓર્ડર નિષ્ફળ જાય તો, મિડલ ઓર્ડરમાં આયુષ બદોની અને અબ્દુલ સમદ જેવા ખેલાડીઓ પર દબાણ આવી શકે છે, જેમનો અનુભવ મર્યાદિત છે. LSGનું ઇકાના સ્ટેડિયમમાં પ્રદર્શન અનિશ્ચિત રહ્યું છે, જે ટીમના આત્મવિશ્વાસને અસર કરી શકે છે.

ગુજરાત ટાઇટન્સના મજબૂત પાસાઓની જો વાત કરીએ તો શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ બટલરનું ટોપ ઓર્ડર GTની સૌથી મોટી તાકાત છે. આ ખેલાડીઓ પાવરપ્લેનો લાભ લઈ શકે છે અને મોટો સ્કોર ખડકી શકે છે. રાશિદ ખાન, આર. સાઈ કિશોર અને વોશિંગ્ટન સુંદર જેવા સ્પિનર્સ મિડલ ઓવર્સમાં નિયંત્રણ અને વિકેટ બંને આપી શકે છે. રાશિદ ખાનનો T20 રેકોર્ડ ઉત્તમ છે. કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા ,ટચ.ચજેવા ઝડપી બોલર્સ દરેક તબક્કે અસરકારક રહી શકે છે. GT પાસે બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર્સનું સારું મિશ્રણ છે, જે તેમને વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂળ બનાવે છે.
ટીમના જો નબળા પાસાઓની વાત કરીએ તો રુદરફોર્ડ, શાહરૂખ ખાન અને રાહુલ તેવટિયા જેવા ખેલાડીઓનું પ્રદર્શન અનિશ્ચિત રહ્યું છે. ટોપ ઓર્ડર નિષ્ફળ જાય તો મિડલ ઓર્ડર પર દબાણ આવી શકે છે. બટલર, રબાડા અને રાશિદ જેવા વિદેશી ખેલાડીઓની ગેરહાજરી ટીમનું સંતુલન બગાડી શકે છે. લખનૌની બોલર-ફ્રેન્ડલી પીચ પર GTના બેટ્સમેનો માટે રન બનાવવું પડકારજનક રહી શકે છે, ખાસ કરીને જો LSGના ઝડપી બોલર્સ શરૂઆતમાં નુકસાન કરે.

લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચોમાં GTનું વર્ચસ્વ રહ્યું છે. બંને ટીમો વચ્ચે રમાયેલી 4 મેચોમાં GTએ ચારેય મેચ જીતી છે, જે LSG માટે ચિંતાનો વિષય છે. ગયા વર્ષે લખનૌમાં રમાયેલી મેચમાં LSGએ પ્રથમ બેટિંગ કરીને 163/5 રન બનાવ્યા હતા, જોકે, GTએ શુભમન ગિલ (89)ની શાનદાર ઇનિંગ્સની મદદથી આ લક્ષ્યાંક 18.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
LSGના ઝડપી બોલર મયંક યાદવે આ મેચમાં માત્ર એક ઓવર ફેંકી હતી અને ઇજાને કારણે બહાર થયો હતો, જેનો GTએ લાભ ઉઠાવ્યો હતો. યશ ઠાકુરે પાંચ વિકેટ લઈને LSGને મેચમાં પાછા લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગિલની શાનદાર બેટિંગે GTને જીત અપાવી. આ ભૂતકાળનો રેકોર્ડ LSG માટે પડકાર રજૂ કરે છે, અને તેઓ આ વખતે GT સામે પોતાની પ્રથમ જીત નોંધાવવા આતુર રહેશે.

આ મેચમાં બંને ટીમોની તાકાત લગભગ સમાન દેખાય છે. લખનૌનો ફાયદો તેમનું હોમ ગ્રાઉન્ડ અને સ્પિન-ફ્રેન્ડલી પીચ હશે, જ્યારે ગુજરાતની તાકાત તેમની બેટિંગ ડેપ્થ અને રાશિદ ખાનની બોલિંગમાં રહેલી છે. જો લખનૌના ટોપ ઓર્ડર શરૂઆતમાં સારું પ્રદર્શન કરે અને બોલરો ગુજરાતની બેટિંગને રોકે, તો તેઓ મેચમાં દબદબો બનાવી શકે છે. બીજી તરફ, જો ગુજરાતના સ્પિનરો લખનૌના મિડલ ઓર્ડરને ઝડપથી આઉટ કરે, તો તેઓ ચેઝિંગમાં આગળ નીકળી શકે છે.
પંતની આક્રમક બેટિંગ રાશિદની ચપળ સ્પિન સામે નિર્ણાયક રહેશે. જો મયંક ફિટ હોય, તો તેની ઝડપ ગિલ માટે પડકાર બની શકે છે. પૂરનની વિસ્ફોટક બેટિંગ રબાડાની ડેથ ઓવર્સની બોલિંગ સામે રસપ્રદ રહેશે. જો LSG તેમના ઝડપી બોલર્સનો ઉપયોગ યોગ્ય રીતે કરે અને ઘરેલું પરિસ્થિતિનો લાભ લે, તો તેઓ GT સામે પોતાની પ્રથમ જીત નોંધાવી શકે છે. જોકે, GTનું સંતુલન અને ભૂતકાળનો રેકોર્ડ તેમને પણ ફેવરિટ બનાવે છે. આ એક નજીકની ટક્કર હશે, પરંતુ LSG થોડી આગળ દેખાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?