આ કારણે ન થઈ શ્રેયસની સદી, ખિલાડીનો ચોકાવનારો ખુલાશો..
શશાંકે માત્ર 16 બોલમાં અણનમ 44 રન ફટકારી દીધા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા

શશાંકે ઉડાવ્યા છગ્ગા

શશાંકે ઉડાવ્યા છગ્ગા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)એ ગુજરાત ટાઈટન્સ (GT) સામે તેમની પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવી. કેપ્ટન શ્રેયસ અય્યરે 97 રન બનાવી અણનમ રહ્યો, પરંતુ અંતિમ ઓવરોમાં તેણે પોતાની સદીનો વિચારો કરવો પણ ગમ્યો નહીં.
શ્રેયસની નિઃસ્વાર્થતા
શ્રેયસ અય્યરે 17મી અને 20મી ઓવર વચ્ચે ફક્ત ચાર બોલનો સામનો કર્યો અને સાત રન બનાવ્યા. તે 97 રન પર અણનમ રહ્યો, અને ખાસ વાત એ હતી કે ડેથ ઓવરોમાં તેણે એક પણ વાર સદીની ચિંતા કરી ન હતી.

શશાંકનો વિસ્ફોટક દેખાવ
નોન-સ્ટ્રાઈકર પર રહેલા શશાંક સિંહે છેલ્લા ત્રણ ઓવરોમાં સ્ટ્રાઈક સંભાળી પંજાબ માટે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો. શશાંકનું કહેવું હતું કે શ્રેયસનો સંદેશ સ્પષ્ટ હતો, "મારી સદી વિશે ના વિચારીશ, તું બસ શક્ય તેટલા વધુ ચોગ્ગા ફટકાર." શશાંકે આ જ કર્યું અને માત્ર 16 બોલમાં અણનમ 44 રન ફટકારી દીધા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.
શ્રેયસે કેમ સ્ટ્રાઈક છોડી
પંજાબની ઈનિંગની 16મી ઓવરમાં સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા શશાંકે શાનદાર પ્રદર્શન કર્યું. 20મી ઓવરમાં તેણે મોહમ્મદ સિરાજના બોલ પર પાંચ ચોગ્ગા ફટકારી 23 રન બનાવ્યા. જો શ્રેયસે સ્ટ્રાઈક મેળવવાની કોશિશ કરી હોત, તો કદાચ પંજાબનો કુલ સ્કોર વધ્યો હોત. પરંતુ શ્રેયસે ટિમની જીત માટે પોતાના વ્યક્તિગત માઈલસ્ટોનને મહત્વ આપ્યું નહીં.

શ્રેયસના વલણથી શશાંક પ્રભાવિત
શશાંક સિંહે મેચ પછી જણાવ્યું, "હું સ્કોરબોર્ડ તરફ જોયું નહોતું. છેલ્લી ઓવરમાં શ્રેયસને સ્ટ્રાઈક આપવાનો વિચાર આવ્યો, પરંતુ તે પોતે મારા પાસે આવ્યો અને મને વધુ બાઉન્ડ્રી ફટકારવાનો આગ્રહ કર્યો." શ્રેયસના આ નિઃસ્વાર્થ સ્વભાવથી શશાંક ખૂબ પ્રભાવિત થયો.
છત્તીસગઢના આ ઓલરાઉન્ડરે વધુમાં જણાવ્યું, "શ્રેયસની વાતોથી મને વધારે આત્મવિશ્વાસ મળ્યો. તે ઘણા નિઃસ્વાર્થ વ્યક્તિ છે. IPLમાં સદી બનાવવી સહેલું નથી, પરંતુ શ્રેયસે પોતાની સદી માટે ન વિચારતા ટીમ માટે બેટિંગ કરી."
)
PBKSની વિજયી શાન
આ હાઈ-સ્કોરિંગ મુકાબલામાં પંજાબ કિંગ્સે 11 રનથી વિજય મેળવ્યો. શ્રેયસ અય્યરની નિઃસ્વાર્થતા અને શશાંક સિંહના વિસ્ફોટક પ્રદર્શનના કારણે ટીમને જીત મળી. IPL 2025માં પંજાબ કિંગ્સની આ જીત તેમની ભવિષ્યની યાત્રા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક મેચ, 3 મોટા રેકોર્ડ અને ઇતિહાસ રચવાની તક! વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપ શું ભારત સામે નિર્ણાયક T20માં કમાલ કરી શકશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય છગ્ગાના રેકોર્ડની સરખામણીમાં કેટલો તફાવત છે? જાણો હિટમેનના રેકોર્ડ, વનડેમાં છગ્ગાના આંકડા અને શું વિરાટ કોહલી આ રેકોર્ડ તોડી શકશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ટીમ ઈન્ડિયાની સતત બે હાર! 2028 T20 વર્લ્ડ કપ પહેલાં ખુલ્લી પડી 4 મોટી નબળાઈઓ… શું ભારતીય ટીમની બોલિંગ, બેટિંગ અને ટીમ કોમ્બિનેશનમાં છે મોટી ખામી?