એશિયા કપ મહાસંગ્રામ પહેલા જ તણાવ ઉછળ્યો
ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે શાહિદ આફ્રિદીના તીખા નિવેદનોએ મેચ પહેલાં જ ઉગ્ર ચર્ચા જગાવી
એશિયા કપ દરમિયાન આફ્રિદીના તીખા નિવેદનો
એશિયા કપ દરમિયાન આફ્રિદીના તીખા નિવેદનો
એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પહેલાં જ, પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ વધુ એકવાર ભારતીય ખેલાડીઓ સામે શાબ્દિક પ્રહાર કર્યો છે.
આફ્રિદીનો આ ગુસ્સો તાજેતરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ લીગ (WCL)માં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરવાને કારણે જોવા મળ્યો છે. તેણે શિખર ધવન અને ઇરફાન પઠાણ જેવા ભારતીય સ્ટાર્સનું નામ લીધા વિના ગંભીર આરોપો લગાવ્યા છે.
આફ્રિદીનો તર્ક: ક્રિકેટ ચાલુ રહેવી જોઈએ
એક જાહેર નિવેદનમાં આફ્રિદીએ કહ્યું, "મેં હંમેશા કહ્યું છે કે ક્રિકેટ રમતી રહેવી જોઈએ. તે હંમેશા બે દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં મદદ કરે છે. ઇંગ્લેન્ડમાં, લોકોએ WCL મેચ જોવા માટે ટિકિટ ખરીદી હતી અને ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ કરી હતી, તેમ છતાં મેચ રમવામાં આવી નહીં. શું વિચારતા હતા? હું સમજી શકતો નથી."
આફ્રિદીએ ભારતીય ખેલાડીઓ પર સીધો હુમલો કરતા કહ્યું કે જો તેમને રમવું નથી, તો કોઈને વાંધો નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ વિશે ટ્વીટ કરીને બિનજરૂરી વિવાદ ઉભો ન કરવો જોઈએ.
પહલગામ હુમલા અને મેચ બહિષ્કારનો વિવાદ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તરફથી થયેલા પહલગામ આતંકવાદી હુમલા અને ભારતના ઓપરેશન સિંદૂર બાદ બંને પડોશી દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ જ ગુસ્સાને કારણે યુવરાજ સિંહની આગેવાની હેઠળની ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમે WCLમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ સામેની મેચનો બહિષ્કાર કર્યો હતો. આ ઘટના બાદથી જ આફ્રિદી ભારતીય ખેલાડીઓથી નારાજ હોવાનું મનાય છે.
એશિયા કપની મેચ રદ કરવાની માંગ
WCL વિવાદ ઉપરાંત, એશિયા કપમાં પણ ભારત-પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં એક PIL પણ દાખલ કરવામાં આવી છે. ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ જેવા દિગ્ગજો પણ પાકિસ્તાન સાથેની મેચનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.
જોકે, કેન્દ્રીય રમતગમત મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય મેચ નહીં થાય, પરંતુ ટીમ બહુપક્ષીય ટુર્નામેન્ટમાં રમી શકે છે. આથી, 14 સપ્ટેમ્બરે દુબઈમાં બંને ટીમો વચ્ચે ટક્કર થશે તે નિશ્ચિત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.