ભારતીય મહિલા વર્લ્ડકપ જીતશે તો ડાયમંડ-સોલારની ભેટ
ગોવિંદ ધોળકિયા અને જયંતિ નારોલા દરેક ખેલાડીને હીરાની જ્વેલરી અને સોલાર પેનલ આપશે

મહિલા વર્લ્ડ કપ વિજેતા ભેટ

મહિલા વર્લ્ડ કપ વિજેતા ભેટ
મહિલા વર્લ્ડ કપમાં ભારત જીતે તો સુરતના ઉદ્યોગપતિઓ તરફથી મોટી ભેટ :
વુમન્સ વર્લ્ડ કપમાં આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. જો ટીમ ઇન્ડિયા આ વર્લ્ડ કપ જીતે તો સુરતના બે જાણીતા ઉદ્યોગપતિઓએ મહિલા ક્રિકેટરો માટે ખાસ ઇનામની જાહેરાત કરી છે. સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને જયંતિભાઈ નારોલાએ ભારતીય મહિલા ખેલાડીઓને નેચરલ ડાયમંડ જ્વેલરી અને રૂફટોપ સોલાર પેનલ આપવાની જાહેરાત કરી છે.
શ્રી રામ ક્રિષ્ના ડાયમંડ કંપની (SRK)ના માલિક ગોવિંદ ધોળકિયા અને જયંતિ નારોલાએ સંયુક્ત રીતે જાહેર કર્યું છે કે જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતશે, તો ટીમના દરેક સભ્યને બે મૂલ્યવાન ભેટ આપવામાં આવશે. પ્રથમ ભેટ તરીકે, ટીમના દરેક મહિલા ક્રિકેટરને ખાસ નેચરલ ડાયમંડ જ્વેલરી ભેટ કરવામાં આવશે. બીજી ભેટ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રદાન કરવાના ઉદ્દેશથી આપવામાં આવશે, જેમાં ભારતીય ટીમની દરેક મહિલા ક્રિકેટરના ઘરે રૂફટોપ સોલર પેનલ્સ લગાવી આપવામાં આવશે. આ જાહેરાત ખેલાડીઓના મનોબળને વધારવા અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરવાનો એક અનોખો પ્રયાસ છે.
ગોવિંદ ધોળકિયાએ આ અંગે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ને સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે. તેમણે પત્રમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેમની શુભકામનાઓ પણ પાઠવી છે અને મહિલા ખેલાડીઓ પ્રત્યેનું પોતાનું સન્માન વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે મહિલાઓએ પોતાની હિંમત, શિસ્ત અને દૃઢ નિશ્ચયથી કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. વર્લ્ડ કપ જીતવો એ માત્ર રમતગમતનો સીમાચિહ્ન નહીં, પરંતુ મહિલાઓ જ્યારે પોતાના પર વિશ્વાસ રાખે છે ત્યારે તેઓ શું પ્રાપ્ત કરી શકે છે તેનું પ્રતીક છે. તેમની જીત દીકરીઓની પેઢીને સ્વપ્ન જોવા અને આગળ વધવા માટે પ્રેરણા આપશે.
ગુજરાતના હીરા ઉદ્યોગપતિઓ દ્વારા અગાઉ પણ રમતગમતના ખેલાડીઓને આવી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી છે. આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં ભારતીય મહિલા ટીમના વિજય માટે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા?
ગુજરાતના અમરેલીના દુધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે કોઈ વિશેષ શિક્ષણ વિના બાળપણ વિતાવ્યું. ગામમાં ધોરણ 1થી 4 સુધીની જ સ્કૂલ હતી, ત્યારબાદ બાજુના લાઠી તાલુકામાં ભણ્યા, પણ 7મા ધોરણની પરીક્ષા આપી નહોતી. પછી તેઓ હીરા ઘસવા સુરત આવ્યા અને છ વર્ષ હીરા ફેક્ટરીમાં કામ કર્યું. ત્યારબાદ તેમણે બે મિત્રો- વીરજીભાઈ અને ભગવાનભાઈ સાથે મળીને મહિને ₹45ના ભાડા પર 10×15 ફૂટનો રૂમ લઈને 'શ્રી રામકૃષ્ણ (SRK) એક્સપોર્ટ કંપની'ની શરૂઆત કરી. માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ પોતાની આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાથી SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં અને આરોગ્ય સેવામાં પણ મોટું યોગદાન આપી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!