RCB ફરી IPL ફાઈનલમાં પહોંચી
પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવ્યું

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી લોકપ્રિય ટીમોમાંની એક રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ફરી એકવાર પોતાના ચાહકોને ઉજવણી કરવાની તક આપી છે. ધર્મશાલામાં રમાયેલા IPL ક્વોલિફાયર-1 મુકાબલામાં RCBએ ગુજરાત ટાઇટન્સને 92 રનના વિશાળ અંતરથી હરાવી સતત બીજી સીઝનમાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. કેપ્ટન રજત પાટીદારની વિસ્ફોટક બેટિંગ અને બોલરોના શાનદાર પ્રદર્શન સામે ગુજરાતની ટીમ સંપૂર્ણપણે બેકફૂટ પર જોવા મળી હતી.
રજત પાટીદારનું શાનદાર પ્રદર્શન ,RCBને 250 રને પહોંચાડ્યું
રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ,RCB એ ગયા સીઝનમાં પહેલીવાર IPL ટાઇટલ જીત્યું હતું અને હવે તેઓ સતત બીજી વખત IPL ફાઇનલમાં પહોંચ્યા છે. પાટીદારે માત્ર 33 બોલમાં અણનમ 93 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. તેની ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 9 વિશાળ સિક્સર સામેલ હતા. ખાસ કરીને ડેથ ઓવર્સમાં તેણે ગુજરાતના બોલરોને કોઈ રાહત આપી નહોતી. મેદાનના દરેક ખૂણે મારેલા તેના શોટ્સે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.
RCBના બોલરોનો શાનદાર પ્રદર્શન
RCBની જીતમાં બેટર્સ જેટલો જ મોટો ફાળો બોલરોનો રહ્યો.જેકબ ડફીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી અને ગુજરાતની મિડલ ઓર્ડરને સંપૂર્ણ રીતે તોડી નાખી. તેના સિવાય ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ ડાર અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ મેળવી ટીમને સંપૂર્ણ નિયંત્રણમાં રાખી.જોશ હેઝલવુડે પણ એક મહત્વપૂર્ણ વિકેટ મેળવી દબાણ જાળવી રાખ્યું. RCBના બોલરોની ખાસિયત એ રહી કે તેમણે શરૂઆતથી અંત સુધી ગુજરાતને ક્યારેય મેચમાં પાછું આવવા દીધું નહીં.
ગુજરાત ટાઇટન્સની બેટિંગ શરૂઆતથી જ મુશ્કેલીમાં હતી
255 રનના કપરા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ટીમનો મુખ્ય બેટર સાઈ સુદર્શન હિટ વિકેટ આઉટ થતા જ દબાણ વધી ગયું હતું. ત્યારબાદ સતત વિકેટો પડતી રહી અને માત્ર 51 રનમાં જ ગુજરાતે પોતાની 5 વિકેટ ગુમાવી દીધી.RCBના બોલરો સતત યોગ્ય લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરતા રહ્યા. ખાસ કરીને નવી બોલથી મળેલી સફળતાએ ગુજરાતને મેચમાં પાછું આવવાની કોઈ તક આપી નહોતી.જોકે જોસ બટલરે 11 બોલમાં 29 રનની ઝડપી ઇનિંગ્સ રમીને થોડી આશા જગાવી હતી, પરંતુ બીજા છેડે વિકેટો પડતી રહેતાં ગુજરાતની મુશ્કેલી વધી ગઈ.
શું ક્વોલિફાયર 1 વિજેતા ચેમ્પિયન બનશે ?
IPLના નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે ક્વોલિફાયર 1 માં જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચે છે.ગયા સીઝનમાં બેંગલુરુએ ક્વોલિફાયર 1માં પંજાબ કિંગ્સને હરાવીને સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.હવે તેઓએ સતત બીજી વખત આવું કર્યું છે.આ જીત છેલ્લા સતત આઠ સીઝનના ઇતિહાસ સાથે જોડાય છે, તે સૂચવે છે કે RCB ફરીથી ચેમ્પિયન બની શકે છે.
હવે ગુજરાત માટે આગળ શું? ક્વોલિફાયર-2 નું ગણિત
ક્વોલિફાયર-1 માં હારવા છતાં ગુજરાત ટાઇટન્સ રેસમાંથી બહાર થઈ નથી. બુધવારે રમાનારા એલિમિનેટર (Eliminator) મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે, તેની સામે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ક્વોલિફાયર-2 માં થશે. આ મહત્વનો ક્વોલિફાયર-2 મેચ 29 May ના રોજ મુલ્લાંપુરના મેદાન પર રમાશે, જ્યાં જીતનારી ટીમ ફાઇનલમાં આરસીબી સામે ટકરાશે.
હવે ફાઈનલમાં RCB સામે કોણ?
આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સીધી IPL ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ગુજરાત ટાઇટન્સને બીજી તક મળશે. ગુજરાત હવે એલિમિનેટર જીતનારી ટીમ સામે ક્વોલિફાયર-2 રમશે.એલિમિનેટર મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ન્યૂ ચંદીગઢમાં રમાનાર છે. આ મેચની વિજેતા ટીમ ગુજરાત સામે ટકરાશે અને ત્યારબાદ ફાઈનલ માટે બીજી ટીમ નક્કી થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

CSKના નવા હેડ કોચ ઝહીર ખાનની નિમણૂકમાં MS Dhoniની ભૂમિકા અંગે મોટો ખુલાસો થયો છે. IPL 2027 પહેલાં CSKના આ નિર્ણયે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.