રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ આખરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પોતાનો પહેલો ખિતાબ જીતી લીધો છે. ૧૭ વર્ષના લાંબા ઇંતજાર બાદ, RCB એ પંજાબ કિંગ્સને હરાવીને પ્રથમ વખત IPL ટ્રોફી પોતાના નામે કરી. આ ભવ્ય વિજય બાદ વિરાટ કોહલી અત્યંત ભાવુક જોવા મળ્યો હતો.
RCBનો 'લકી ચાર્મ': માલવિકા નાયક કોણ છે?
આ સિઝનમાં લગભગ દરેક મેચમાં અનુષ્કા શર્મા સાથે RCBને ચીયર કરતી એક રહસ્યમય મહિલા જોવા મળી હતી. મેચોમાં તેની સતત હાજરી અને RCBની જીતને લોકો જોડીને તેને 'લકી ચાર્મ' માની રહ્યા છે. દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે અનુષ્કા શર્માની બાજુમાં હંમેશા દેખાતી આ મહિલા કોણ છે.
અનુષ્કા શર્માની બાજુમાં બેઠેલી આ મહિલા બીજું કોઈ નહીં, પરંતુ તેની બાળપણની બેસ્ટ ફ્રેન્ડ માલવિકા નાયક છે. અનુષ્કા અને માલવિકા વચ્ચે ગાઢ મિત્રતા છે, અને તેઓ લગભગ દરેક મેચમાં સાથે જ નજરે પડ્યા છે. માત્ર મેચમાં જ નહીં, માલવિકા, વિરાટ અને અનુષ્કાને અનેક પાર્ટીઓ અને ડિનરમાં પણ સાથે જોવા મળ્યા છે.
RCBની દરેક મેચમાં માલવિકા નાયક જોવા મળી હતી

RCBને ફળ્યો મિસ્ટ્રી ગર્લનો સાથ!
માલવિકા, વિરાટ અને અનુષ્કા ઘણી વખત સાથે જોવા મળે છે
માલવિકા અનુષ્કા શર્માની ખાસ મિત્ર છે

માલવિકા નાયકનો પરિચય
માલવિકા નાયક એક કોર્પોરેટ પ્રોફેશનલ છે. તેમણે મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશનમાંથી MBAની ડિગ્રી મેળવી છે. હાલમાં, તે ઇનોસ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડમાં બિઝનેસ ડેવલપમેન્ટ અને પાર્ટનરશિપની જવાબદારી સંભાળી રહી છે. અનુષ્કાની લાંબા સમયથી મિત્ર હોવા ઉપરાંત, માલવિકા માટે RCBને સપોર્ટ કરવાનું એક અન્ય મહત્વનું કારણ પણ છે. તેના લગ્ન નિખિલ સોસલે સાથે થયા છે, જે RCB ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી કંપની ડિયાજિયો ઇન્ડિયાના માર્કેટિંગ અને રેવન્યુ હેડ છે. આ પારિવારિક જોડાણ પણ તેને ટીમનો પ્રબળ સમર્થક બનાવે છે.
વિરાટ અને અનુષ્કાની ભાવુક પળો
ફાઇનલ મેચ જીત્યા બાદ સ્ટેડિયમની વચ્ચે જ વિરાટ કોહલીની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ જોઈને અનુષ્કા શર્મા તેની તરફ દોડી ગઈ અને વિરાટને ગળે લગાવી લીધો. આ દંપતીની ભાવુક ક્ષણ ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જે તેમના બોન્ડિંગને દર્શાવે છે.
આ પણ વાંચો: ખુબસૂરત પ્રીતિ ઝિન્ટાની ઉદાસ આંખો અને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
ફાઇનલ મેચનો રોમાંચ
RCBએ ૧૭ વર્ષના લાંબા ઇંતજાર બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને ૬ રનથી પરાજય આપ્યો. પંજાબની ટીમે ટોસ જીતીને RCBને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. બંને ટીમો કોઈ ફેરફાર વિના આ મેચમાં ઉતરી હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા, જેમાં વિરાટ કોહલીના બેટમાંથી 43 રન આવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી જેમીસન અને અર્શદીપે 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં, પંજાબ કિંગ્સ 184 રન જ બનાવી શકી અને આ રીતે RCB એ પોતાનું પહેલું IPL ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો.
જીત બાદ અનુષ્કા વિરાટને ભેટી પડી હતી
બંને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા