RCB અને PBKS ફાઇનલમાં પહોંચવાના ઇરાદા સાથે મેદાને ઉતરશે
IPL ના ઇતિહાસની વાત કરીએ તો 11 સિઝનમાં એવુ બન્યુ છે કે ક્વોલીફાયર એક જીતનારી ટીન IPLની ફાયનલ પણ જીતી છે.

કોણ પહોચશે ફાઈનલમાં

કોણ પહોચશે ફાઈનલમાં
આજે ચંદિગઢના PCA સ્ટેડિયમાં ક્વોલિફાયર વનની મેચ યોજાશે, જેમાં બેંગ્લોરના બાહુબલીઓ અને પંજાબના પાવર વચ્ચે થશે આરપારની લડાઈ, IPL માં બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા ચાલી રહી છે. અત્યાર સુધી, બંને ટીમો વચ્ચે રમાયેલી કુલ 35 મેચમાંથી, PBKS એ 18 જીતી છે જ્યારે RCB એ 17 જીતી છે. જો કે, જો આપણે 2023 ની વાત કરીએ, તો RCB એ બંને ટીમો વચ્ચે રમાયેલી કુલ પાંચ મેચમાંથી ચાર જીતી છે.
આરસીબીની ઓપનિંગ જોડી માટે અર્શદીપ સિંહ ખતરો બની શકે છે. માર્કા જેન્સનની ગેરહાજરીમાં, અર્શદીપ સિંહ પર પંજાબના બોલિંગ આક્રમણનો વધારાનો બોજ રહેશે. તેણે આ સિઝનમાં પંજાબ માટે સૌથી વધુ 18 વિકેટ લીધી છે. IPL 2025 માં, વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની જોડીએ 11 ઇનિંગ્સમાં છ અડધી સદીની ભાગીદારીને કારણે આરસીબી માટે કુલ 517 રન બનાવ્યા છે. આ દરમિયાન, બંને બેટ્સમેનોએ 176 ના સ્ટ્રાઇક રેટથી એકસાથે રન બનાવ્યા છે. જો કે, અર્શદીપ આ આક્રમક જોડી પર લગામ લગાવી શકે છે.
ટી20 ની આઠ ઇનિંગ્સમાં અર્શદીપે સોલ્ટને ચાર વખત પોતાનો શિકાર બનાવ્યો હતો અને આ સમય દરમિયાન સોલ્ટ 78 ના સ્ટ્રાઇક રેટથી અર્શદીપ સામે માત્ર 25 રન જ બનાવી શક્યો છે. જોકે અર્શદીપ સામે કોહલીના આંકડા સારા છે, પરંતુ તેણે આઈપીએલમાં 182 ના સ્ટ્રાઇક રેટથી અર્શદીપના બોલ પર 93 રન બનાવ્યા છે. જો કે, કોહલી બે વાર અર્શદીપનો શિકાર પણ બન્યો છે. ડાબોડી સ્પિનર હરપ્રીત બ્રાર પણ કોહલી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે, તેણે સાત ઇનિંગ્સમાં બે વાર કોહલીની વિકેટ લીધી છે અને આ સમય દરમિયાન કોહલીએ તેની સામે 110 ના સ્ટ્રાઇક રેટથી 74 રન બનાવ્યા છે.જોશ હેઝલવુડે RCB માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે, જે ઇજા બાદ આજની મેચમાં રમી શકે છે, તેણે 10 મેચમાં 18 વિકેટ લીધી છે. હાલ તે ર્પપલ કેપની રેશમાં ચોથા સ્થાને છે. ક્વોલિફાયર 1 માં પંજાબના બેટિંગ મજબૂત સ્તંભ પ્રભસિમરન સિંહ અને કેપ્ટન શ્રેયસ ઐયરને સસ્તામાં પેવેલિયન પાછા મોકલવાની જવાબદારી તેના ખભા પર આવી શકે છે. હેઝલવુડ શ્રેયસ માટે પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે કારણ કે તેણે IPLની પાંચ ઇનિંગ્સમાં ત્રણ વખત શ્રેયસને પોતાનો શિકાર બનાવ્યો છે
તો બીજી તરફ ભુવનેશ્વર કુમાર આ સિઝનમાં RCB માટે ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ભુવનેશ્વરે IPL ની સાત ઇનિંગ્સમાં ત્રણ વખત પ્રભસિમરનને પોતાનો શિકાર બનાવ્યો છે, શ્રેયસ સામે ભુવનેશ્વરનો દબદબો વધુ છે, ભુવનેશ્વરે IPLની 11 ઇનિંગ્સમાં ત્રણ વખત શ્રેયસને પોતાનો શિકાર બનાવ્યો છે જ્યારે શ્રેયસ તેની સામે 90 ના સ્ટ્રાઇક રેટથી માત્ર 45 રન બનાવી શક્યો છે.
જિતેશ, મયંક અને પાટીદાર ત્રણેયને ચહલથી ખતરો છે. કાંડાની ઇજાને કારણે IPL સીઝન અંતિમ તબક્કામાં યુઝવેન્દ્ર ચહલ પંજાબ માટે રમી શક્યો ન હતો. જોકે, મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેની મેચ પછી, મુખ્ય કોચ રિકી પોન્ટિંગે આશા વ્યક્ત કરી હતી કે ચહલ ટૂંક સમયમાં રમી શકશે. જો ચહલ ક્વોલિફાયર 1 રમે છે, તો તે RCBના મધ્યમ ક્રમ માટે મોટો ખતરો બની શકે છે
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની હાઇ-સ્કોરિંગ મેચમાં પોતાની તોફાની બેટિંગથી RCB ને જીત અપાવનાર મયંક અગ્રવાલ અને જીતેશ શર્મા બંનેના આંકડા ચહલ સામે પ્રભાવશાળી નથી. ચહલે IPLની નવ ઇનિંગ્સમાં અગ્રવાલને છ વખત આઉટ કર્યો છે, જ્યારે જીતેશને ચહલે સાત ઇનિંગ્સમાં ત્રણ વખત આઉટ કર્યો છે. ચહલે RCBના નિયમિત કેપ્ટન રજત પાટીદારને પણ ચાર ઇનિંગ્સમાં બે વાર આઉટ કર્યો છે.
આઈપીએલના ઇતિહાસની વાત કરીએ તો 11 સિઝનમાં એવુ બન્યુ છે કે ક્વોલીફાયર એક જીતનારી ટીન IPLની ફાયનલ પણ જીતી છે. ત્યારે આજે પંજાબ અને બેંગ્લોર બંને ટીમોની નઝર જીત સાથે ફાયનલમાં પ્રવેશવા પર હશે, ત્યારે જોવાનુ એ રહ્યુ કે આજે કઈ ટીમને સફળતા મળે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી આરામ મળી શકે છે. ટેસ્ટ પહેલાં India Aની મેચમાં રમવાની સંભાવના અને ટીમ ઈન્ડિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્લાન વિશે જાણો.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!